Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

અમેરિકા સહીત 100 દેશોને તાલિબાનની બાહેધરી, લોકોને સુરક્ષિત બહાર જવા દેવામાં આવશે

અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવા માટે વિશ્વના 100 દેશો દ્વારા સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. અમેરિકા સહિત લગભગ 100 દેશો દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાનોએ વિદેશી નાગરિકો અને અફઘાન લોકોને અફઘાનિસ્તાનની બહાર જવા દીધા છે. આ દેશોના લોકોને ખાતરી આપવામાં આવી છે કે અફઘાનિસ્તાનના લોકોને સુરક્ષિત મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ વતી એવું કહેવામાં આવ્યું છે કે અમે લોકોને મુસાફરીના દસ્તાવેજો આપવાનું ચાલુ રાખીશું, અમને તાલિબાન તરફથી સ્પષ્ટ વચન આપવામાં આવ્યું છે કે લોકો આ દેશોમાં સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે છે. અમે તાલિબાન દ્વારા આ જાહેર નિવેદનને પુષ્ટિ તરીકે માનીએ છીએ.

(12:04 pm IST)