Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

જીએસટી માફીની યોજનાનો લાભ લેવાની અંતિમ તારીખ લંબાવાઈ, વિલંબ બદલ ભરવો પડશે ઓછો શુલ્ક

જીએસટી માફ કરાવવાની યોજનાનો લાભ લેવાની અંતિમ તારીખ ત્રણ મહિના વધારી ૩૦ નવેમ્બર કરવામાં આવી છે. આ યોજના હેઠળ માસિક જીએસટી રિટર્ન દાખલ કરવામાં વિલંબ બદલ ઓછો શુલ્ક ભરવો પડશે. :

અંતિમ તારીખ વધારી ૩૧ ઓક્ટોબર કરવામાં આવી : આ ઉપરાંત જીએસટી રિટર્ન ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ(ઇવીસી) દાખલ કરવાની અંતિમ તારીખ વધારી ૩૧ ઓક્ટોબર કરવામાં આવી છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે ફોર્મ-૧માં ઇક્વલાઇઝેશન લેવી સ્ટેટમેન્ટ ભરવાની તારીખ વધારી ૩૧ ડિસેમ્બર કરવામાં આવી છે.

જૂન અને સપ્ટેમ્બર કવાર્ટર માટે રેમિટન્સના સંબધમાં સત્તાવાર ડીલરો દ્વારા રજૂ કરવામાં આવતા ફોમ ૧૫સીસીમાં કવાર્ટરલી સ્ટેટેમેન્ટ રજૂ કરનવાની અંતિમ તારીખ વધારીને અનુક્રમ્ ૩૦ નવેમ્બર અને ૩૧ ડિસેમ્બર કરવામાં આવી છે. આ સ્ટેટમેન્ટ દાખલ કરવાની મૂળ તારીખ અનુક્રમે ૧૫ જુલાઇ અને ૧૫ ઓક્ટોબર હતી.

(11:54 am IST)