Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

ચુકાદાઓ આવકાર્ય છે પરંતુ કોઈપણ પ્રકારના રાગ દ્વેષ વગરના હોવા જોઈએ : કલકત્તા હાઈકોર્ટે કાર્યકારી ચીફ જસ્ટિસને દૂર કરવા માટેના વેસ્ટ બેંગાલ બાર કાઉન્સિલના પત્ર વિષે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો

કોલકાત્તા : કોલકાતા હાઇકોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલના અધ્યક્ષ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. જેમાં પશ્ચિમ બંગાળની બાર કાઉન્સિલ દ્વારા હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલને  હટાવવા માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમનાને પત્ર લખવામાં આવ્યો હતો.

ન્યાયમૂર્તિ હરીશ ટંડન અને સુભાસિસ દાસગુપ્તાની બનેલી ખંડપીઠ એડવોકેટ અક્ષય સારંગી દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીની સુનાવણી કરી રહ્યા હતા. જેમાં બાર કાઉન્સિલનાચેરમેને  સત્તાવાર લેટરહેડનો ઉપયોગ પોતાના વ્યક્તિગત વિચારો રજૂ કરવા માટે કર્યો હોવાનો આરોપ છે. તેમજ ન્યાયમૂર્તિ બિંદલ એક અન્યાયી અને પક્ષપાતી ન્યાયાધીશ છે જેમના હાઈકોર્ટમાં ચાલુ રહેવાથી ન્યાયના નિષ્પક્ષ વિતરણમાં દખલ થાય છે. તેવું લખ્યું છે. ઉપરાંત નારદ કૌભાંડ, મમતા બેનર્જીની ચૂંટણી અરજી સહિતના કેસમાં પક્ષપાત રાખ્યાનો આરોપ લગાવાયો છે.

જે બદલ પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલના ચેરમેન અશોક કુમાર દેબ સામે શિસ્તની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી કરવામાં આવી છે. જેમાં બાર કાઉન્સિલનાચેરમેને  સત્તાવાર લેટરહેડનો ઉપયોગ પોતાના વ્યક્તિગત વિચારો રજૂ કરવા માટે કર્યો હોવાનો આરોપ છે.

ઉલ્લેખનીય છે કે જસ્ટિસ બિન્દલની બનેલી ખંડપીઠે 17 મે ના રોજ સ્પેશિઅલ સીબીઆઈ કોર્ટે 4 તૃણમૂલ કોંગ્રેસ લીડરોને આપેલા જામીન વિરુદ્ધ સ્ટે આપ્યો હતો.જેઓની સીબીઆઈ દ્વારા નાટકીય રીતે ધરપકડ કરાઈ હતી. તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(11:40 am IST)