Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

વહેલી સવારે કાબુલ ફરી ધણધણી ઉઠ્યું : એરપોર્ટ પર ફરીથી રોકેટ હુમલા : અનેક ગાડીઓને નુકશાન

રોકેટ્સથી એક વાહનમાંથી છોડવામાં આવ્યા: અલગ-અલગ જગ્યાઓ પર ધૂમાડાના ગોટે-ગોટા અનેક રોકેટ્સને કાબુલ એર ફિલ્ડ ડિફેન્સ સિસ્ટમને નિષ્ફળ બનાવી દીધા

અફઘાનિસ્તાનના કાબુલમાં સોમવારે સવારે ફરીથી રોકેટ છોડવામાં આવ્યા છે. સવારે લગભગ 6.40 વાગે કાબુલ એરપોર્ટ પાસે રોકેટ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. શરૂઆતી જાણકારી અનુસાર, આ રોકેટ્સથી એક વાહનમાંથી છોડવામાં આવ્યા હતા.

આ રોકેટ્સના કારણે અલગ-અલગ જગ્યાઓ પર ધૂમાડાના ગોટે-ગોટા ઉઠી રહ્યાં છે, અનેક જગ્યાએ આગ પણ લાગી છે અને અનેક ગાડીઓને નુકશાન પણ પહોંચ્યું છે. આ રોકેટ કોને છોડ્યા છે તેની જાણકારી હજું સુધી સામે આવી નથી.

 

સ્થાનિક મીડિયા અનુસાર, કાબુલ એરપોર્ટ પાસે યૂનિવર્સિટીના પાસે ઉભેલી એક ગાડીમાંથી રોકેટ છોડવામાં આવ્યા હતા. અનેક રોકેટ્સને કાબુલ એર ફિલ્ડ ડિફેન્સ સિસ્ટમને નિષ્ફળ બનાવી દીધા છે.

 31 ઓગસ્ટ સુધી અમેરિકન સેનાને કાબુલ છોડવાનું છે અને તેનાથી પહેલા કાબુલ એરપોર્ટ અને આસપાસના વિસ્તારોને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. પહેલા પણ કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 13 અમેરિકન સૈનિકો સહિત સેકન્ડો લોકોના જીવ જતા રહ્યાં હતા

(11:11 am IST)