Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

હિમાચલ પ્રદેશમાં 100 ટકા વયસ્ક લોકોને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવાયો

30 નવેમ્બર સુધી 2 જો ડોઝ આપવાની તૈયારી: 100 ટકા એડલ્ટને વેક્સિનનો પહેલો ડોઝ આપનાર હિમાચલ દેશનું પહેલું રાજ્ય બન્યું

માચલના સ્વાસ્થ્ય મંત્રી રાજીવ સેજાલીએ કહ્યું કે અમે 100 ટકા એડલ્ટ વસતીને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ આપી દીધો છે. 100 ટકા એડલ્ટને વેક્સિનનો પહેલો ડોઝ આપનાર હિમાચલ દેશનું પહેલું રાજ્ય બન્યું છે. 

સ્વાસ્થ્ય મંત્રી સેજાલીએ કહ્યું કે 30 નવેમ્બર સુધી તમામ લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપી દેવાની અમારી યોજના છે. અત્યાર સુધી 13 લાખ લોકોને વેક્સિનના બન્ને ડોઝ મળી ચૂક્યા છે

સ્વાસ્થ્ય મંત્રાલયે સપ્ટેમ્બરમાં રસીકરણની સ્પીડ વધારવાની તૈયારીઓ શરુ કરી દીધી છે. સપ્ટેમ્બરમાં 24 કરોડથી વધારે રસી લાગવાની શક્યતા છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે સપ્ટેમ્બર માટે કોરોનાની રસીથી 24 કરોડ ડોઝની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એટલા માટે આ આશા છે કે સપ્ટેમ્બરમાં સરેરાશ રોજના 80 લાખ ડોઝનું લક્ષ્ય મેળવવામાં આવશે. જ્યારે ઓગસ્ટમાં હજું થોડાક દિવસો બાકી છે પરંતુ રોજની રસીનો અંદાજ 53-54 લાખ સુધીનો આવી રહ્યો છે

(10:46 pm IST)