Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

મુંબઈમાં ત્રીજી લહેરનો ખતરો વધ્યો :ચિલ્ડ્રન હોમમાં 22 બાળકો સંક્રમિત : ત્રણ દિવસમાં 58 બાળકો કોરોનાગ્રસ્ત

બીએમસી તંત્ર પણ હરકતમાં: તાકીદના ધોરણે અનાથાશ્રમને સીલ કરી દેવાયું

મુંબઈમાં ત્રીજી લહેરનો ખતરો વધ્યો છે. મુંબઈના માનખુર્દ ચિલ્ડ્રન હોમના 22 બાળકો કોરોના પોઝિટીવ નીકળ્યાં છે. 22 બાળકો કોરોનાગ્રસ્ત થતા બીએમસી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને તાકીદના ધોરણે અનાથાશ્રમને સીલ કરી દેવાયું છે. તથા કોરોનાગ્રસ્ત બાળકોમાંથી જેમને પણ કોરોનાના ગંભીર લક્ષણો હતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. 

   આ પહેલા 26 ઓગસ્ટે પણ મુંબઈના આગરી પાડા વિસ્તારમાં આવેલા સેન્ટ જોસેફ અનાથાશ્રમમાં રહેતા 15 બાળકો સહિત 22 લોકો કોરોના થયો હતો.  કોરોનાગ્રસ્ત થનાર બાળકોમાં ચાર બાળકોની ઉંમર તો 12 વર્ષથી ઓછી હતી જેમને મુંબઈની  નાયર હોસ્પિટલમાં ભરતી કરાયા હતા.  બીએમસીએ બોર્ડિંગ સ્કુલની આખી બિલ્ડિંગની સીલ મારી દીધું દીધું હતું. 

(12:00 am IST)