Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

મોદી અને શાહે મુખ્યમંત્રીઓને વિવિધ યોજનાઓના લાભાર્થીઓના ફોન નંબર સાથેની યાદી આપવા કહ્યું !

 

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના અધ્યક્ષ અમિતભાઈ  શાહે બોલાવેલી એનડીએના મુખ્યમંત્રીઓની બેઠકમાં લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ મુખ્યમંત્રીઓને ચોક્કસ ટાસ્ક આપવામાં આવ્યો છે. એક એહવાલ મુજબ કેન્દ્રની વિવિધ યોજનાઓ લાભાર્થીઓ તથા તેની સંપૂર્ણ વિગતો સાથેનું ફોર્મેટ  હાઈકમાન્ડને સોંપવાનો આદેશ કર્યો છે. ફેબ્રુઆરી મહિના સુધીના કાર્યક્રમોની સંપૂર્ણ વિગતો પણ પક્ષના ટોચના નેતાને પહોંચાડવા કહેવાયું છે.

(11:56 pm IST)