Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

દિલ્હીમાં યમુના નદી 24 કલાકમાં ખતરાના નિશાનને પહોંચે તેવી શકયતા :લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરુ

દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદના કારણે યમુનામાં જલસ્તરમાં વધારો

નવી દિલ્હી :  ઉતરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ જોરદાર વરસાદ થઈ રહી છે.અન્ય જગ્યાએથી પાણી મેદાની વિસ્તારોમાં પહોંચી રહ્યા છે. ત્યારે યમુના નદીનાં જલસ્તરમાં પણ વધારો થઈ રહ્યો છે. હાલ યમુનાનુ જલસ્તર ખતરાના નિશાનથી થોડુ નીચે છે. પરંતુ આગામી 24 કલાકમાં ખતરાના નિશાનને પહોંચે તેવી આશંકા વ્યકત કરાઈ છે. શહેરી વિકાસ મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે આ એ બાબત પર નિર્ભર છે.

હથીની કુંહ ડેમમાંથી કેટલુ વધુ પાણી છોડવામાં આવે છે. પહાડોમાં સતત વરસાદ થઈ રહ્યો છે જેથી પાણી વધી રહ્યું છે. શહેરી વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે યમુનામાં પાણીને ખતરાના નિશાન સુધી પહોંચતી જોઈને દિલ્હી સરકારે પુરી તૈયારી કરી લીધી છે. જયારે બીજી બાજુ દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદના કારણે યમુનામાં પણ પાણી જલસ્તરમાં વધારો થયો છે. આથી હથીનીકુંડ બૈરાજથી વધુ માત્રામાં પાણી છોડવામાં આવી રહ્યુ છે.આથી દિલ્હીમાં પણ યમુનાના જલ સ્તરમાં વધારો થઈ રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં હથની કુંડ ડેમમાંથી એક લાખ 60 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

એક અધિકારીએ જણાવ્યું છે કે, પુરના જોખમને લઈ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે અને યમુના પુશ્તા એરિયામાં રાજય સરકારના શેલ્ટર હોમમાં લોકોને શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.તેઓએ જણાવ્યું કે પૂર્વ જિલ્લામાં 15 પોઈન્ટ જોખમી બિંદુઓની ઓળખ કરવામાં આવી છે અને તંબુ લગાવી રહ્યા છીએ અને લોકોને આ જોખમી વિસ્તારોમાંથી બહાર કાઢી રહ્યા છીએ. ચોવીસ કલાક પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

(12:25 am IST)