Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

કેન્સરની સારવાર માટે ઝાયડસ કેડિલાના નવા ડ્રગ ઈંજેક્શનને અમેરિકાની મંજૂરી

અમદાવાદમાં થશે મેન્યુફેક્ચરિંગ ફૂલવેસ્ટ્રેંટ ઈંજેક્શન : એડવાન્સ બ્રેસ્ટ કેન્સર અથવા બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે વપરાઈ છે ઇન્જેક્શન

અમદાવાદ :દવા નિર્માતા કંપની ઝાયડસ કેડિલાએ જણાવ્યું કે યુએસ હેલ્થ રેગ્યુલેટર દ્વારા તેમના ફુલવેસ્ટ્રેંટ ઈંજેક્શનને ફાઈનલ એપ્રુવલ મળી ગયું છે.આ ઈંજેક્શન બ્રેસ્ટ કેન્સરની સારવારમાં વપરાય છે.

ફુલવેસ્ટ્રેંટ ઈંજેક્શનનો ઉપયોગ એકલા અથવા અન્ય દવાઓ સાથે એક નિશ્ચિત પ્રકારના હોર્મોન રિસેપ્ટર પોઝીટીવ, એડવાન્સ બ્રેસ્ટ કેન્સર અથવા બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે કરવામાં આવે છે. જો કે શરીરના અન્ય હિસ્સામાં ફેલાઈ જાય છે.

પ્રી ફિલ્ડ સિરિઝને બજારમાં ઉતારવા માટેની જરૂરી અંતિમ મંજૂરી મળીકંપનીએ એક નવા નિવેદનમાં જણાવ્યું કે ઝાયડસ કેડિલાને યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનથી ફૂલવેસ્ટ્રેંટ ઈંજેક્શન, 250 મિગ્રા/ 5 એમએલ(50 મિગ્રા/એમએલ) પ્રતિ સિંગલ ડોઝ પ્રી ફિલ્ડ સિરિઝને બજારમાં ઉતારવા માટેની જરૂરી અંતિમ મંજૂરી મળી ગઈ છે.

અમદાવાદમાં ગ્રૂપની મેન્યુફેક્ચરીંગ ફેસિલિટીમાં કરવામાં આવશેઝાયડસ કેડિલાએ કહ્યું કે દવા નિર્માણ ઝાયડસ બાયોલોજિકલ, અમદાવાદમાં ગ્રૂપની મેન્યુફેક્ચરીંગ ફેસિલિટીમાં કરવામાં આવશે. તો ગ્રૂપને અત્યાર સુધી 320 એપ્રુવલ મળી ચૂક્યા છે. અને નાણાકીય વર્ષ 2003-04માં મેન્યુફેક્ચરિંગ પ્રક્રિયા શરૂ કર્યા પછી અત્યાર સુધી 400થી વધુ નવા ડ્રગ એપ્લિકેશંસ રજૂ કર્યા છે

(6:10 pm IST)