Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ગજાનન મૂષકરાજ પર નહીં: પણ કોરોના વેકિસન પર સવાર થઇને આવશે

કોરોના મહામારીમાં ત્રાસી ગયેલા લોકો ગણપતિનો તહેવાર આવતા ગણપતિની પ્રતિમા બનાવવાની શરૂ.આત થઇ ગઇ છે. ત્યારે હવે કોરોનાના સમયમાં ગજાનન મૂષક રાજ પર નહિ, પરંતુ કોરોના વેકિસન પર સવાર થઇને આવશે. આ વખતે કોરોના મહામારીને ધ્યાને રાખતા કોરોનાની થીમ પર ગજાનન ની પ્રતિમા બનાવવામાં આવી રહી છે. ગણપતિબાપા ના આગમનને ૪૫ દિવસો બાકી છે. કોરોનાકાળથી વિઘ્નહર્તા બચાવે આ કામના દરેક ગણેશ ભકત કરે છે. ગયા વર્ષે ગણપતિબાપા કોરોનાનો વધ કરી રહ્યા છે, તેવી પ્રતિમાઓ જોવા મળી હતી અને આ વખતે સુરતના ગણેશ પ્રતિમાના મૂર્તિકાર નીરવ ઓઝાએ એક ખાસ પ્રતિમા બનાવી છે. કોરોનાને મ્હાત આપવા વેકિસન તો આવી ગઈ છે.  પરંતુ ત્યાં અનેક લોકો હજુ પણ વેકિસન મૂકાવવાથી ભયભીત થઈ રહ્યા છે અને અફવાઓ પર ધ્યાન આપી રહ્યા છે.લોકો વેકિસન મૂકાવવા જાય તે હેતુથી કોરોના વેકિસનની થીમ પર પ્રતિમા બનાવી છે ગણેશભકતો સૌથી વધુ વિશ્વાસ ગણપતિબાપા પર રાખે છે. આ જ કારણ છે કે, નીરવ ઓઝાએ જાગૃતિના હેતુસર એવી પ્રતિમા બનાવી છે. કોરોના કાળમાં ત્રસ્ત થઈ ગયેલા ભકતો માટે આ વખતે ગજાનન મૂષક રાજ પર નહીં, પરંતુ કોરોના વેકિસનપર સવાર થઈને આવશે. સુરતના મૂર્તિકાર કે જેઓ ઇલેકિટ્રક એન્જીનીયરીંગ કરી ચૂકયા છે, તેઓએ લોકોને જાગૃત કરવા માટે ગણેશજીની ખાસ પ્રતિમા બનાવી છે.  આ પ્રતિમામાં ગણપતિ બાપ્પા હાથમાં કોરોનાની વેકિસન સાથે સિરિન્જ પર સવાર છે. જેમાં હાથમાં કોરોના વેકિસન અને સિરિન્જ પર સવાર થઈને ગણપતિબાપા બિરાજમાન છે. જેને જોઈને લોકો કોરોના વેકિસન લગાવે તેવો ઉદ્દેશ નીરવ ઓઝાનો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકોને મનમાં હજુ પણ વેકિસનને લઈને ભય છે. આમ તો ગણપતિબાપા મૂષક રાજ પર સવાર થઈને આવતા હોય છે, પરંતુ આ ખાસ પ્રતિમા એ માટે બનાવી છે જેથી લોકોનો વેકિસન પ્રત્યે વિશ્વાસ બેસે અને વેકિસન લગાવવા જાય.

(4:08 pm IST)