Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

તાલિબાને દાનિશ સિદ્દીકીને જીવતા પકડયા હતાઃ ખબર પડી કે ભારતીય છે તો નિર્દયતાથી હત્યા કરી

પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની અફઘાનિસ્તાનમાં સુનિયોજિત રીતે હત્યા કરવામાં આવી હતી

 

વોશિંગ્ટન, તા.૩૦: પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની અફદ્યાનિસ્તાનમાં સુનિયોજિત રીતે હત્યા કરવામાં આવી હતી. તાલિબાને જાણી જોઈને તેમને મોતને દ્યાટ ઉતાર્યા હતા. આ ચોંકાવનારો ખુલાસો એક અમેરિકી મેગેઝીને કર્યો છે. મેગેઝીને પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે દાનિશ સિદ્દીકીનું મોત અફદ્યાનિસ્તાનમાં કોઈ ગોળીબારીમાં ફસાઈને નહતું થયું. તાલિબાને સામાન્ય રીતે દ્યાયલ થયેલા દાનિશને એક સ્થાનિક મસ્જિદ પર હુમલો કરીને પકડ્યો હતો અને ભારતીય તરીકે તેની ઓળખ થયા બાદ ક્રુરતાથી હત્યા કરી નાખી હતી.

અમેરિકી મેકેઝીન વોશિંગ્ટન એકઝામિનર એ ગુરુવારે એક પ્રકાશિત લેખમાં કહ્યું કે દાનિશ સિદ્દીકીનું કંધાર શહેરના સ્પિન બોલ્ડક જિલ્લામાં અફદ્યાન સૈનિકો અને તાલિબાન વચ્ચેના સંદ્યર્ષને કવર દરમિયાન મોત થયું હતું. તે સમયે તેઓ અફદ્યાન નેશનલ આર્મી ટીમ સાથે સ્પિન બોલ્ડક ક્ષેત્રના પ્રવાસે હતા. તેઓ પાકિસ્તાન સાથે લાગેલી સીમા ક્રોસિંગ પર નિયંત્રણ માટે અફદ્યાન ફોર્સ અને તાલિબાન વચ્ચે ચાલી રહેલા જંગને કવર કરવા માંગતા હતા.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ દરમિયાન અફદ્યાન નેશનલ આર્મીના કાફલા પર થયેલા હુમલાના કારણે સિદ્દીકીને છરા લાગ્યા અને તેઓ પોતાની ટીમ સાથે એક સ્થાનિક મસ્જિદમાં ગયા, જયાં તેમને પ્રાથમિક સારવાર અપાઈ. જો કે જેવા એ ખબર ફેલાયા કે એક પત્રકાર મસ્જિદમાં છે કે તાલિબાને તરત જ ત્યાં હુમલો કર્યો. સ્થાનિક તપાસથી જાણવા મળ્યું છે કે તાલિબાને સિદ્દીકીની હાજરીને ધ્યાનમાં લેતા જ મસ્જિદ પર હુમલો કર્યો હતો.

રિપોર્ટમાં કહેવાયું છે કે સિદ્દીકી તે સમયે જીવિત હતા જયારે તાલિબાને તેમને પકડ્યા હતા. તાલિબાને સિદ્દીકીની ઓળખ કરી અને ત્યારબાદ તેમને અને તેમની સાથે અન્ય લોકોને પણ મારી નાખ્યા. અમેરિકન એન્ટરપ્રાઈઝ ઈન્સ્ટિટ્યૂટમાં સીનિયર ફેલો માઈકલ રૂ.બીને પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે વ્યાપર રીતે પ્રસારિત એક તસવીરમાં સિદ્દીકીના ચહેરાને ઓળખ યોગ્ય દેખાડવામાં આવ્યો છે. જો કે મે ભારત સરકારના એક સૂત્ર દ્વારા મને અપાયેલી અન્ય તસવીરો અને સિદ્દીકીના મૃતદેહના વીડિયોની સમીક્ષા કરી. જેમાં જોવા મળ્યું કે તાલિબાને સિદ્દીકીના માથા પર હુમલો કર્યો અને ત્યારબાદ તેને ગોળીઓથી વિંધી નાખ્યો.

US Magazine ના રિપોર્ટમાં કહેવાયું છે કે તાલિબાનનો હુમલો કરવાનો, સિદ્દીકીને મારવાનો અને તેના મૃતદેહને ક્ષત વિક્ષત કરવાનો નિર્ણય દર્શાવે છે કે તે યુદ્ઘના નિયમો કે વૈશ્વિક સંધિઓનું સન્માન કરતા નથી. નોંધનીય છે કે સિદ્દીકીનો મૃતદેહ ૧૮ જુલાઈની સાંજે દિલ્હી એરપોર્ટ પર લાગવવામાં આવ્યો હતો અને જામિયા મિલિયા ઈસ્લામિયાના કબ્રસ્તાનમાં તેમને સુપુર્દ એ ખાક કરવામાં આવ્યા હતા. આ અગાઉ તાલિબાને અનેકવાર દાનિશ સિદ્દીકીની હત્યામાં પોતાની કોઈ ભૂમિકા હોવાનો ઈન્કાર કર્યો છે. જો કે આ રિપોર્ટ પર હજુ સુધી તાલિબાનની કોઈ પ્રતિક્રિયા આવી નથી.

(4:07 pm IST)