Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

'રાજ કુંદ્રાએ ગેમના નામે રૂ. ૩,૦૦૦ કરોડની છેતરપિંડી કરી'

મુંબઈ ભાજપના પ્રવકતા અને ધારાસભ્ય રામ કદમનો આક્ષેપ : આ સમગ્ર મામલે જો ત્રણ દિવસમાં પીડિતોને ન્યાય નહીં મળે તો તેઓ પોલીસ કમિશનર સાથે મુલાકાત કરશેઃ તેમ છતાં ન્યાય મળવામાં વિલંબ થયો તો સીબીઆઈ અને ઈડી તપાસ માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરશેઃ રામ કદમ

મુંબઇ, તા.૩૦: મુંબઈ ભાજપના પ્રવકતા અને ધારાસભ્ય રામ કદમે અશ્લીલ ફિલ્મો બનાવાના કેસમાં જેલની હવા ખાઈ રહેલા રાજ કુંદ્રા પર તીખો પ્રહાર કર્યો છે. રામ કદમે આક્ષેપ કર્યો છે કે, રાજ કુંદ્રાએ કરોડો રૂ.પિયાની ઠગાઈ કરી છે. રામ કદમના કહેવા અનુસાર, રાજ કુંદ્રાએ જનતાને ઉલ્લુ બનાવીને કરોડો રૂ.પિયા પચાવી પાડ્યા છે. રામ કદમના દાવા પ્રમાણે, રાજ કુંદ્રાએ ગરીબ લોકોને ફસાવ્યા છે. GOD (ગોડ) નામની ગેમના નામે લોકો પાસેથી ૩૦-૩૦ લાખ રૂ.પિયા ઉદ્યરાવામાં આવ્યા હતા અને આજ સુધી તે રકમ પાછી નથી આપવામાં આવી. GOD (ગેમ ઓફ ડોટ્સ) ઓનલાઈન ગેમ છે અને સરકારની માન્યતા પ્રાપ્ત થયેલી હોવાનું રાજની કંપની તરફથી લોકોને કહેવાયું હતું. આ ગેમમાં જીતનારને ઈનામમાં રૂ.પિયા અપાશે તેમ કહેવાયું હતું.

રામ કદમનો દાવો છે કે, રાજ કુંદ્રાએ આ ગેમમાં પત્ની શિલ્પા શેટ્ટીના નામ અને તેની તસવીરનો ઉપયોગ કર્યો છે. દેશભરમાં મોટી સંખ્યામાં લોકોને ઉલ્લુ બનાવીને રૂ.પિયા પડાવી લેવાયા છે. આ પ્રકારે રાજ કુંદ્રાએ ૨,૫૦૦થી ૩,૦૦૦ કરોડ રૂ.પિયાની છેતરપિંડી કરી છે. જયારે લોકો પોતાના રૂ.પિયા માગવા રાજની ઓફિસે પહોંચ્યા ત્યારે તેમની સાથે મારઝૂડ કરવામાં આવી હોવાનો પણ દાવો કર્યો છે. આટલું જ નહીં પીડિતો સામે પોલીસ ફરિયાદ થઈ હોવાનું પણ કહ્યું છે. આ ગોટાળો રાજ કુંદ્રાની કંપની વિઆન ઈન્ડસ્ટ્રીઝ દ્વારા થયો છે.

રામ કદમે આ મામલે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે. જયારે લોકો રાજ કુંદ્રા સામે ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન ગયા તો કાર્યવાહી કેમ ના કરવામાં આવી? કાર્યવાહી કરતાં કોણે રોકયા હતા તેની તપાસ થવી જોઈએ. રાજ કુંદ્રાની કંપની વિઆન ઈન્ડસ્ટ્રીઝે દ્યણાં લોકોને છેતર્યા છે. રાજ કુંદ્રાની કંપની જે લોકો સાથે એગ્રિમેન્ટ કરતી હતી તેની ઓરિજિનલ કોપી પોતાની પાસે જ રાખતી હતી. મહારાષ્ટ્રમાં એવા હજારો લોકો છે જે રાજની કંપનીની છેતરપિંડીનો ભોગ બન્યા છે, તેમ રામ કદમે જણાવ્યું. રામ કદમે આ ખુલાસો એક પ્રેસ કોન્ફરન્સમાં કર્યો હતો. આ દરમિયાન રામ કદમે એ સ્પષ્ટ કર્યું કે આ પ્રેસ કોન્ફરન્સ કોઈ વ્યકિત વિશેષના સમર્થન કે વિરોધમાં નથી પરંતુ રાજ કુંદ્રાએ યુવાઓને ઠગ્યા છે અને તેઓ આ જ મુદ્દો ઉઠાવી રહ્યા છે.

(4:06 pm IST)