Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

CBSE ધો. ૧૨નું પરિણામ જાહેર : ૯૯.૩૭% છાત્રો ઉતીર્ણ

વેબસાઇટ ઉપર પરિણામ જાહેર : ૩૦:૩૦:૪૦ની પધ્ધતિએ ગુણ નક્કી થયા

નવી દિલ્હી તા. ૩૦ : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ આજે તેનું પરિણામ જાહેર કર્યું છે. ધો. ૧૨ CBSEમાં ૯૯.૬૭ છાત્ર ઉતીર્ણ થયા છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (CBSE) આજે બપોરે ૨ વાગે ધોરણ ૧૨ બોર્ડનું રિઝલ્ટ જાહેર કર્યું છે. સુપ્રીમ કોર્ટે પરિણામ જાહેર કરવા માટે ૩૧ જુલાઈ સુધીની ડેડલાઈન આપી હતી. વિદ્યાર્થીઓ ઓફિશિયલ વેબસાઈટ cbseresults.nic.in પર પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે.

બોર્ડે નક્કી કરેલા ક્રાઈટેરિયા પ્રમાણે, આ વર્ષે ધોરણ ૧૨નું રિઝલ્ટ ૩૦:૩૦:૪૦ ફોર્મ્યુલાને આધારે જાહેર કરવામાં આવશે. માર્કિંગ સ્કીમ પ્રમાણે, ધોરણ ૧૦ અને ૧૧માં ૫માંથી જે ૩ વિષયમાં વિદ્યાર્થીઓએ સૌથી વધારે સ્કોર કર્યો હોય, તે જ સબ્જેકટને રિઝલ્ટ તૈયાર કરવા માટે પસંદ સિલેકટ કરવામાં આવશે. ધોરણ ૧૨ના યુનિટ, ટર્મ અને પ્રેકિટકલ એકઝામમાં મળેલા માકર્સને આધારે રિઝલ્ટ તૈયાર થયું છે.

CBSEએ બનાવેલી પેનલે ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓના પરિણામ માટે ૩૦:૩૦:૪૦ ફોર્મ્યુલા નક્કી કરી છે. આ હેઠળ ધોરણ ૧૦-૧૧ના ફાઈનલ રિઝલ્ટને ૩૦% વેઇટેજ આપવામાં આવશે અને ધોરણ ૧૨ના પ્રી-બોર્ડ એકઝામને ૪૦% વેઈટેજ આપવામાં આવશે. CBSEએ ૪ જૂનના રોજ માર્કિંગ સ્કીમ નક્કી કરવા માટે ૧૩ મેમ્બરની કમિટી બનાવી હતી.

(4:04 pm IST)