Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

લંડનવાસી પણ કિંગચીલી 'રાજા મરચા'નો ચાખશે સ્વાદ

વિશ્વના સૌથી તીખા મરચા નાગાલેન્ડથી યુકે રવાનાઃ નરેન્દ્રભાઇએ ટવીટ કરી ખુશી દર્શાવી

નવી દિલ્હીઃ નાગાલેન્ડના રાજા મરચાની ખેપ ગુવાહાટીથી લંડન નિકાસ કરવામાં આવી હતી. રાજા મરચાને કિંગ ચીલી, ભૂત જોલોકીયા અને ઘોસ્ટ પેપર પર કહેવામાં આવે છે આને વિશ્વનું સૌથી તીખુ મરચુ માનવામાં આવે છે.

વાણીજય ખાતાએ માહિતી આપેલ કે આવુ પૂર્વોતર ક્ષેત્રના ભૌગોલિક સંકેત (જીઆઇ) સંબંધી ઉત્પાદકોના નિકાસને પ્રોત્સાહન આપવાના ઉદેશ્ય સાથે કરાયુ છે. કિંગ ચીલીની આ ખેપને નાગાલેન્ડના પેરેન જીલ્લાના તેનીંગથી મંગાવાયેલ.

આ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ટવીટ કરી ખુશી વ્યકત કરતા જણાવેલ કે જે લોકોએ ભુત જોલોકીયાને ખાધા છે ફકત તેઓ જ કહી શકે કે તે કેટલી તીખી હોય છે. રાજા મરચા સોલાનેસી પરિવારના સિમલા મિર્ચની પ્રજાતિથી સંબંબધીત છે. આ પ્રજાતિને ૨૦૦૮માં જીઆઇનું પ્રમાણપત્ર મળેલ.

(4:00 pm IST)