Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

બેકાબુ મોંઘવારીથી માત્ર આમ આદમી જ નહીં, આરબીઆઇ પણ પરેશાન

 નવી દિલ્હી  તા ૩૦, વધતો મોંઘવારી દર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સૌથી મોટી મુશ્કેલી છે. ૨૦૨૧ના રિટેલ મોંઘવારી દરમાં તેજી જોવા મળી છે. જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિકમાં હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્ષ ૧૦.૭૧ ટકા થઇ શકે છે. પહેલા આ અનુમાન ૧૦.૧૨ ટકા લગાવવામાં આવ્યું હતું. ૨૦૨૧ - ૨૦૨૨ માટે જીડીપી ગ્રોથનો રેટ ૯ ટકાથી વધારી ૯.૨ ટકા કરવામાં આવ્યો છે. જયારે ગ્રોસ વેલ્યુ એડેડને ઘટાડીને ૯ ટકા કરી દેવામાં આવી છે. રિટેલ ઈન્ફ્લેશન ૪ ટકાના દાયરાની બહાર રહેશે.

જૂનમાં આરબીઆઇ એમપીસીની બેઠક પછી ચાલુ નાણાકીય વર્ષ માટે રિટેલ મોંઘવારી દર ૫.૧ રાખવામાં આવ્યો છે. જૂન ત્રિમાસિક માટે મોંઘવારી દર ૫.૨ ટકા, સપ્ટેમ્બર ત્રિમાસિક માટે ૫.૪ ટકા, ડિસેમ્બર ત્રિમાસિક માટે ૪.૭ ટકા અને માર્ચ ત્રિમાસિક માટે ૫.૩ ટકા રહ્યાનો અનુમાન છે.

વધતી મોંઘવારી તાત્કાલિક સમસ્યા

 આરબીઆઇએ ગઈ મોનિટરી પોલિસીની જાહેરાત કરતા સમયે કહ્યું હતું કે, મોંઘવારી દરમાં  ઉછાળો સપ્લાયની સમસ્યાનું કારણ છે. રિઝર્વ બેન્કનું ફોકસ આર્થિક સુધારા  પર છે. ના કે વધેલા મોંઘવારી દર પર.  તેઓનું માનવું છે કે મોંઘવારી દરએ તાત્કાલિક સમસ્યા છે જે સમયની સાથે ઘટી જશે.

રિઝર્વ બેન્કના નિર્ણય પર બધાની નજર

. ૧૦.૭૧ ટકા રહેશે જુલાઈથી સપ્ટેમ્બર સુધીનો હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્ષ

. ૯.૨ ટકા જીડીપી ગ્રોથનું અનુમાન

. ૫.૧ ટકા રહી શકે છે ચાલુ નાણાકીય વર્ષમાં રિટેઇલ મોંઘવારી દર

(3:17 pm IST)