Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

દિલ્હી નજીક યમુના નદી વોર્નીંગ લેવલથી ઉપર વહી રહી છે : નીચાણ વિસ્તાર ભયમાં

દિલ્હી ઉપર વાદળા છવાયા : યમુના કાંઠે ઓરેન્જ એલર્ટ જાહેર

નવી દિલ્હી : હરિયાણાના હથિની કુંડ બૈરાજથી સતત પાણી છોડ્યા પછી દિલ્હીમાં યમુના નદી એક વખત ફરીથી તોફાની બની છે. યમુનાનું જળસ્તર વધી રહ્યું છે. જોકે, યમુના નદી અત્યારે પોતાના ખતરાના નિશાનાથી નીચે પરંતુ ર્વોનિંગ લેવલથી ઉપર વહી રહી છે. યમુના નદીમાં જળસ્તર વધવાની સાથે નીચેના વિસ્તારમાં પુરનો ખતરો જોવા મળી રહ્યો છે. દિલ્હી વાદળોથી ઢંકાઇ ગયું છે અને હવામાન વિભાગે યમુના કાંઠાના વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યો છે. યમુનાનગરના હથિનીકુંડ બેરાજમાંથી બે દિવસથી પાણી છોડવામાં આવી રહ્યો છે. લાખો ક્યુસેક પાણી દિલ્હી તરફ આવી રહ્યો છે. યમુનાના વધતા જળસ્તરને જોતા લોખંડનો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. હાલમાં દિલ્હીમાં યમુનાનું જળસ્તર ૨૦૫.૧૭ મીટર પર છે. જે ચેતવણીના સ્તર (૨૦૪.૫૦ મીટર)ને પાર કરી ચૂક્યું છે. જોકે, અત્યારે ખતરાનો સ્તર (૨૦૫.૩૩ મીટર)થી ૧૬ સેન્ટીમીટર નીચે છે.

(11:58 am IST)