Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

શું દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ? કેરળ સહિત કેટલાક રાજયોમાં કોવિડના 'આર- વેલ્યૂ'માં સતત વધારોઃ ટેન્શનની બાબત

નવી દિલ્હી, તા.૩૦: દેશમાં કોરોનાની સ્પીડના સંકેત આપી રહેલા 'આર વેલ્યૂ'માં સતત વૃદ્ઘિ થઈ રહી છે. કેરળ અને પૂર્વોત્તરના રાજયો આ મામલામાં મુખ્ય છે. કેરળમાં આર વેલ્યૂ સતત ૧.૧૧ બનેલી છે. જયારે ૧થી ઓછી હોવી જોઈએ. આર વેલ્યૂ વધવાથી ફરી કેસ વધવાની ચિંતામાં વધારો થયો છે.

 એકિટવ કેસની સંખ્યામાં ઘણો ચઢ ઉતાર જોવા મળી રહ્યો છે.

ચેન્નાઈના ગણિતીય વિજ્ઞાન સંસ્થાનના અનુસંધાનકર્તાના વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં ૨ મહાનગરો પુણે અને દિલ્હીમાં આર વેલ્યૂ એકની નજીક છે.  ગણિતીય વિજ્ઞાન સંસ્થાનના અનુસંધાનની ટીમનું નેતૃત્વ કરનારા સીતાભ્ર સિંહે કહ્યું કે એક વિશ્વસનીય અનુમાન મેળવા માટે એકિટવ કેસની સંખ્યામાં દ્યણો ચઢ ઉતાર જોવા મળી રહ્યો છે. પરંતુ આંકડા ૧ના આસપાસ વેલ્યૂ રહેવાનો ઈશારો કરી રહ્યા છે. આવનારા દિવસોમાં આ ઉપર અથવા નીચે આવી શકે છે. કેરળમાં એકિટવ કેસ વધારે છે. એટલે ત્યાં વેલ્યૂ સતત ૧.૧૧ બનેલી છે. પૂર્વોત્ત્।રની સ્થિતિ પણ ખરાબ છે. જયા આર વેલ્યૂ છે. પૂર્વોત્તરમાં ત્રિપુરા, મણિપુર અને અન્ય રાજયોમાં ઉત્ત્।રાખંડમાં આર વેલ્યૂ ૧ની ઘણી નજીક છે.

મોટા શહેરોમાં પુણેમાં આર વેલ્યૂ ૧થી વધારે છે. જયારે દિલ્હીમાં આ ૧ના નજીક છે. ત્યારે બેંગ્લુરુમાં ૧૭ થી ૧૩ જુલાઈની વચ્ચે ૦.૭૨ જોવા મળી. મુંબઈમાં આર વેલ્યૂ ૨૨થી ૨૪ જુલાઈની વચ્ચે ૦.૭૪ રહી. ચેન્નાઈ ૨૧થી ૨૪ જુલાઈની વચ્ચે આ ૦.૯૪ રહી. તો કોલકત્તામાં આ ૧૭થી ૨૪ જુલાઈની વચ્ચે ૦.૮૬ ટકા રહી.

આર વેલ્યૂ અથવા સંખ્યા, કોરોના વાયરસના ફેલાવાની ક્ષમતાને પારદર્શિત કરે છે અથવા અસરકારક રિપ્રોડકશન નંબર એક અંદાજો હોય છે કે સંક્રમણ કેટલુ સ્પીડમાં ફેલાઈ રહ્યું છે. આ સંખ્યાથી ખબર પડે છે કે અંદાજીત કેટલા લોકોને એક કોવિડ સંક્રમિત વ્યકિતથી પોઝિટિવ હોવાની શકયતા છે. મહામારીને ખતમ કરવા માટે આરને ૧થી નીચે રાખવો ખૂબ જરુરી છે. આર વેલ્યૂ ૦.૯૫ હોવાનો એ મતલબ છે કે પ્રત્યેક ૧૦૦ સંક્રમિત વ્યકિત સરેરાશ ૯૫ અન્ય લોકોને સંક્રમિત કરશે.

(11:56 am IST)