Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

પંજાબ - હરિયાણા હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

લગ્નનું વચન આપી જો સહમતીથી 'સંબંધ' બને તો પુરૂષ દુષ્કર્મનો પૂર્ણ દોષિત ઠરી ન શકે

લગ્નનું વચન અપાયું પણ કોઇ કારણથી લગ્ન ન થાય પણ મામલો સહમતીથી સંબંધનો છે : આરોપીને આપ્યા જામીન

નવી દિલ્હી તા. ૩૦ : લગ્નનો વાયદો કર્યાબાદ જો વિવાહિત મહિલાની સહમતીથી સંબંધ બન્યા છે તો એવામાં પુરૂષને પૂર્ણ રૂપથી દોષિત કહી શકાય નહીં. પંજાબ-હરિયાણા હાઇકોર્ટે દુષ્કર્મના આરોપીને જામીન આપીને મહત્વનો ચુકાદો આપ્યો. જોકે ટ્રાયલ કોર્ટે આ ચુકાદા પર ધ્યાન આપ્યા વગર ટ્રાયલ પૂર્ણ કરવાની સલાહ આપી.

અરજી દાખલ કરીને આરોપી એ જણાવ્યું કે તેના મહિલા એ ૧૭ માર્ચે કુરૂક્ષેત્રમાં દુષ્કર્મ અને એસસી એસટી એકટનો મામલો નોંધાવ્યો હતો. હાઇકોર્ટેઅરજીકર્તા અને સરકારની દલીલોસાંભળ્યા બાદ કહ્યું કે એફઆઈઆર જોયા બાદ સ્પષ્ટ થયું છે કે મહિલા સાથે જબરદસ્તીથી સંબંધ બનાવામાઆવ્યા નથી.

આરોપ મુજબ, મહિલાનાપતિની સાથે સંબંધ સારા નહોતા. આ બધાની વચ્ચે અરજીકર્તાએ તેને લગ્નનો વાયદો કર્યો અને સંબંધ બનાવ્યા.જેના કારણે આ મામલો સહમતીથી સંબંધનો છે. સાથે જ મહિલા વિવાહિત છે અને તેનો પતિ સાથે તલાક થયો નથી તો તે આરોપી સાથે લગ્ન કરી શકે નહીં.

એવામાં આરોપ પૂર્ણ સાભિતથઇ પણ જાય છે તો તેને પુરુષ પૂર્ણ રૂપે દોષિત માની શકાય નહીં. જેનાથી એ સાબિત થાય છે કે જાતિના કારણે ફરિયાદકર્તાનુંઅપમાન થયુ હોય અથવા તેને પીડિત કર્યા હોય.

(10:03 am IST)