Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

પીએમ મોદીના ભાઈ હવે ઉલ્લાસનગર આવશે : મટકા કિંગ જુગારીઓ અને બુકીઓના સાંભળશે અને ઉકેલશે

મોદીને ઉલ્લાસનગર ટ્રેડ એસો. અને ફોર્મ ઓફ મેન્યુફેક્ચરર્સ એસો.ના બેનર હેઠળ બોલાવવામાં આવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીના ભાઈ પ્રહલાદ મોદી 30 જુલાઈ 2021 એટલે કે આવતીકાલે શુક્રવારે ઉલ્લાસનગર આવી રહ્યા છે. તેઓ અહીં મટકા સંચાલકો, જુગારીઓ, બુકીઓ, હપ્તાખોરો, ગેરકાયદેસર નિર્માણકર્તા અને વેપારીઓની સમસ્યાઓને સાંભળશે અને તેને ઉકેલશે.

કેટલાંક દિવસોથી ઉલ્લાસનગરમાં બેનર, પોસ્ટર લાગેલા છે.સોશિયલ મીડિયા અને લોકલ મીડિયામાં પણ ખુબ જ પ્રચલિત કરવામાં આવી રહ્યા છે. પ્રહલાદ મોદી ઉલ્લાસનગર આવશે. તેઓ વેપારીઓની સમસ્યાઓ સંભાળશે અને તેને વડાપ્રધાન મોદી સુધી પહોંચાડશે. બેનર પર ધ્યાન આપીએ તો ખ્યાલ આવે છે કે મોદીને ઉલ્લાસનગર ટ્રેડ એસો. અને ફોર્મ ઓફ મેન્યુફેક્ચરર્સ એસો.ના બેનર હેઠળ બોલાવવામાં આવ્યા છે. યૂટીએના પ્રેસિડેન્ટ સુમિત ચક્રવર્તી અને એફઓએમએના પીતુ રાજવાની છે.

સુમિત ચક્રવર્તી ઉલ્લાસનગરના ઉદ્યોગપતિ તરીકે જાણીતા છે. પરંતુ તે કયા ઉદ્યોગના પતિ છે તે કોઈ નથી કહી શકતું. હકીકતમાં તેમનો ઓનલાઇન લોટરી, ઓનલાઇન જુગાર અને મટકાનો ધંધો છે. આ ધંધો તેમનો 'યુવા ઉદ્યોગપતિ' પુત્ર આકાશ ચક્રવર્તી અને સંદીપ ચક્રવર્તી ગાયકવાડ સંભાળે છે. સુમિત ચક્રવર્તીનું શહેરની ઘણી ગેરકાયદેસર ઇમારતોના નિર્માણમાં પણ રોકાણ છે.

બેનરમાં એક ફોટો બેબી ટેકચંદાનીની પણ છે. બેબી ટેકચંદાની બુકી તરીકેનો 'રોજગાર' કરે છે. એક ફોટો અંબુ બઠિજાનો પણ છે જેઓ શંકર બઠિજાના સગા તરીકે છે અને શંકર બઠિજાને તાજેતરમાં જ પુણે પોલીસે ક્રિકેટ સટ્ટાબાજીમાં ધરપકડ કરી છે. એક ફોટો મનોજ લાસીનો પણ છે જે એક સમયે પપ્પુ કાલાનીનો પર્સનલ સેક્રેટરી તરીકે નોકરી કરતો હતો. પપ્પુ કાલાનીની હપ્તાની રકમમાં 'ગોટાળો' કરવાને કારણે તેને કાલાની મહેલ માંથી તગેડી મુકવામાં આવ્યો હતો. તેના વિરુદ્ધ હપ્તો ઉઘરાવવા અને જાતીય સતામણીના કેસ દાખલ કરવામાં આવ્યા છે.

પ્રહલાદ મોદીનું સ્વાગત પંકજ ત્રિલોકાની પણ કરશે. પંકજ ત્રિલોકાની ગેંગસ્ટર રવિ પૂજારી સાથે સંકળાયેલ એક કેસમાં ફરાર છે. એક ફોટો પ્રીતમ કુકરેજાનો પણ છે. પ્રીતમ વિદેશી દારૂનો ધંધો ચલાવે છે. કુકરેજા વેપારી ઓછો અને 'પોલીસ સેટલબાજ' તરીકે વધુ જાણીતો છે.

(12:47 am IST)