Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

અફઘાનિસ્તાનના તાલિબાનોના કબજામાં રહેલ નૂરિસ્તાનમાં ભારે વરસાદના પગલે વિનાશક પુરથી ૧૫૦ મોત: મૃત્યુઆંક ઘણો મોટો થવા સંભવ

અફઘાનિસ્તાનના પહાડી વિસ્તાર નૂરિસ્તાનના ગવર્નર હાફિઝ અબ્દુલ કય્યુમે બીબીસીને કહ્યું કે, ઓછામાં ઓછા ૬૦ લોકો વિનાશક પૂરમાં માર્યા ગયા છે અને ભારે વરસાદના પગલે હજારો એકરની ખેતીની જમીન બર્બાદ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, આ વિસ્તાર તાલિબાનના નિયંત્રણમાં છે અને જો તાલિબાન બાધા ન નાખે તો ત્યાં રાહત પહોંચી શકે છે. જો કે તાલિબાનોએ કહ્યું કે, પુરથી ૧૫૦ લોકોના જીવ ગયા છે. તાલિબાન પ્રવક્તા જબિહુલ્લા મુજાહિદે એક નિવેદનમાં કહ્યું કે, તેઓ પોતાના રાહત બચાવ દળને પુર પ્રભાવિક વિસ્તારોમાં મોકલી રહ્યાં છે. તેમણે કહ્યું છે, “અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે, મર્દેશ ગામની મદદ માટે દરેક સંભવ મદદ કરે.”

(9:13 am IST)