Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

યુવાનોને સરકારી નોકરીની તક : ઓએનજીસીમાં 4182 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ : 17 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકાશે

લેખિત પરિક્ષા નહીં લેવાય : SC/STના ઉમેદવારો માટે 5 વર્ષ અને OBC ઉમેદવારો માટે 3 વર્ષની છૂટ જ્યારે PWD શ્રેણીના ઉમેદવારો માટે વયમર્યાદામાં 10 વર્ષની છૂટ

નવી દિલ્હીઃ યુવાનોને સરકારી નોકરીની તક આવી છે  ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ ( ONGCs)માં  વિવિધ ટ્રેડ/વિભાગોમાં એપ્રેન્ટિસની 4,182 જગ્યા ભરવામાં આવશે. આના માટેની ભરતી પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2020 છે. ઇચ્છુક ઉમેદવારો કંપનીની સાઇટ ongcapprentices.ongc.co.in પર જઇ અરજી કરી શકે છે. અરજી કરવા માંગતા ઉમેદવારો માટે નીચેની માહિતી મહત્વની છે.

ઓએનજીસી વેબસાઇટ પર અરજી કરતા પહેલા ઉમેદવારોએ ટેક્નિશિયન એપ્રેન્ટિસશીપ માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય હેઠળના પોર્ટલ રાષ્ટ્રીય એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના (NATS) માં અને ટ્રેડ એપ્રેન્ટિસશીપ અને  પ્રાદેશિક બોર્ડ ઓફ એપ્રેન્ટિસશીપ તાલીમ (BOAT) માટે એપ્રેન્ટિસશીપ ઇન્ડિયાની વેબસાઇટ પર નોંધણી કરાવવી પડશે. “

“ઓએનજીસીએ સૂચિત કર્યું છે કે એપ્રેન્ટિસની પસંદગી માટે કોઈ લેખિત પરીક્ષા રહેશે નહીં. “એપ્રેન્ટિસ તરીકે  જોડાવવા માટેની પસંદગી  મેળવેલા ગુણધર્મ અને મેરિટના આધારે હશે. મેરિટમાં સમાન ઉમેદવારના કિસ્સામાં, વધુ વય ધરાવતા વ્યક્તિને ધ્યાનમાં લેવામાં આવશે.

અરજી માટે મહત્વની તારીખો માં 29 જુલાઇ-2020ઃ અરજીની શરૂઆત,17 ઓગસ્ટ 2020ઃ અરજીની છેલ્લી તારીખ, 24 ઓગસ્ટ 2020 ઃ રિઝલ્ટ/પરિણામ ,24 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બરઃ ઉમેદવારો પાસેથી કન્ફર્મેશન મળવાની તારીખ

ક્યાં કેટલી જગ્યા?

ઉત્તર ક્ષેત્ર            228

મુંબઇ સેક્ટર       764

પશ્ચિમ સેક્ટર    1579

પૂર્વ સેક્ટર           716

દક્ષિણ સેક્ટર      674

સેન્ટ્રલ સેક્ટર      221

જગ્યા અને જરુરી લાયકાતમાં એકાઉન્ટન્ટઃ માન્યતાપ્રાપ્ત સંસ્થા/યુનિવર્સિટીમાંથી કોમર્સ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઇએ.

આસિસ્ટન્ટ હ્યુમન રિસોર્સઃ માન્યતાપ્રાપ્ત સંસ્થા/યુનિવર્સિટીની કોમર્સ ગ્રેજ્યુએટ

 

વયમર્યાદાઃલઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 24 વર્ષ (SC/STના ઉમેદવારો માટે 5 વર્ષની છૂટ અને OBC ઉમેદવારો માટે 3 વર્ષની છૂટ રહેશે. જ્યારે PWD શ્રેણીના ઉમેદવારો માટે વયમર્યાદામાં 10 વર્ષની છૂટ રહેશે. જ્યારે SC/ST માટે 15 વર્ષ અને OBC ઉમેદવારો માટે 13 વર્ષ સુધીની છૂટ રહેશે.

અરજી કેવી રીતે કરવી?ઇચ્છુક અને યોગ્ય ઉમેદવાર 17 ઓગસ્ટ 2020 સુધી ઓફિસિયલ વેબસાઇટ ongcapprentices.ongc.co.in પર જઇ અરજી કરી શકે છે.

(10:41 pm IST)