Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

યમનમાં કોલેરાના કેસોમાં બમણો વધારો

ચાર મહિનામાં ૧ લાખ ૧૦ હજાર કેસોઃ આ આંકડા હજુ પણ વધી શકે છે, ડરના માર્યા કોઈ દવાખાને જતા નથી

નવી દિલ્હીઃ એજન્સીઓ ચેતવણી આપી રહી છે કે યમનમાં હજારો લોકો કોલેરાથી મરી શકે છે કેમ કે કોરોનાથી ડરીને લોકો કોલેરાની સારવાર માટે દવાખાનાઓમાં જતા નથી.

યુધ્ધગ્રસ્ત આ દેશમાં નજીકના ભવિષ્યમાં કોરોનાના કેસો ચરમ પર પહોંચશે. ઓકસફેમે ચેતવણી આપી છે કે ઓગસ્ટના વરસાદ પહેલા કોલેરાના કેસો પણ વધશે. પણ આરોગ્ય કેન્દ્રોમાં કોલેરાના કેસોમાં અતિશય ઘટાડો જોવા મળી રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરી થી એપ્રિલની વચ્ચે ૧,૧૦,૦૦૦ કેસો સાથે દેશમાં વર્તમાન કાળનો સૌથી મોટો કોલેરા પ્રકોપ થયો હતો. છેલ્લા ૩ મહિનામાં કોલેરાનાની ચિંતાઓથી ઘેરાયેલા લોકો કોલેરાની સારવાર માટે કલીનીક જતા ખચકાય છે.

(3:02 pm IST)