Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

મણિપુરમાં ઉગ્રવાદીઓના હુમલામાં ત્રણ જવાન શહીદ

આર્મિની ટીમ પર થયેલા હુમલામાં છ જવાન ઘાયલ : મણિપુરના સ્થાનિક ઉગ્રવાદી સમૂહ પીપૂલ્સ લિબરેશન આર્મીએ આ હુમલો, ઉગ્રવાદીઓને લઇને સર્ચ ઓપરેશન

ઇમ્ફાલ, તા.૩૦ : મણિપુરમાં આર્મીની એક ટીમ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે જેમાં જવાન શહીદ થઈ ગયા છે અને ૬ની હાલત ગંભીર હોવાના અહેવાલ છે. મ્યાનમારની સરહદની પસો ચંદેલમાં સ્થાનિક સમૂહ પીપલ્સ લિબરેશન આર્મીના આતંકવાદીઓએ ઘાત લગાવીને કરેલા હુમલામાં આસામ રાઇફલ્સ યૂનિટના ત્રણ જવાન શહીદ થયા છે અને ચાર ઘાયલ થયા છે. આતંકવાદીઓએ પહેલા આઈઈડી બ્લાસ્ટ કર્યો અને પછી સૈનિકો પર ફાયરિંગ કર્યું. ઇમ્ફાલથી ૧૦૦ કિલોમીટર દૂર ક્ષેત્રમાં રિઇન્ફોર્સમેન્ટ મોકલવામાં આવી છે. નોંધનીય છે કે, ગયા વર્ષે ચંદેલ જિલ્લામાં આસામ રાઇફલ્સના કેમ્પ પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. ઉગ્રવાદીઓએ સૈન્ય કેમ્પમાં બોમ્બ ફેંક્યા હતા. ત્યારબાદ બંને તરફથી ફાયરિંગ થયું હતું. ત્યારબાદ ઉગ્રવાદી નજીકની પહાડીમાં ભાગી ગયા હતા.

           આ હુમલામાં આર્મીના કોઈ જવાન હતાહત નહોતા થયા. જવાનો પર ઉગ્રવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. હુમલામાં જવાન ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત જવાનોને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાની સેનાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર મણિપુરના સ્થાનિક ઉગ્રવાદી સમૂહ પીપૂલ્સ લિબરેશન આર્મીએ હુમલો કર્યો છે. સેના તરફથી હાલમાં ઉગ્રવાદીઓને લઇને સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે. સાથે ભારત-મ્યાંમાર સરહદ પર ચોકસાઇ વધારી દેવામાં આવે છે. ગત વર્ષે નવેમ્બરમાં ચંદેલ જિલ્લામાં આસામ રાઇફલ્સના કેમ્પ પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો.

           ઉગ્રવાદીઓના સૈન્ય કેમ્પમાં બોમ્બ ફેંક્યો હતો. ત્યારબાદ બંને તરફથી ફાયરિંગ કરવામાં આવી હતી.મણિપુરમાં સેનાના જવાનો પર ઉગ્રવાદીઓ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. જ્યારે અન્ય જવાન ઘાયલ થયા છે. ઘટના બુધવારે મોડી રાત્રે અંદાજે સવા એક વાગ્યાની આસપાસ પાટનગર ઇમ્ફાલથી અંદાજે ૯૫ કિલોમીટરથી દૂર આવેલ ચંદલ જિલ્લામાં થઇ. પહાડી વિસ્તાર છે.

(7:54 pm IST)