Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

માયાવતીની માયાવી રાજનીતિ

બહુજન સમાજવાદી પાર્ટી પરશુરામજી અને મંગલ પાંડેની પ્રતિમાઓ મુકશે : દલિતો ઉપરાંત સવર્ણોને આકર્ષવા બ્રાહ્મણો-ક્ષત્રિઓને સંગઠનમાં મોટા હોદા

લખનઉ તા. ૩૦ : ફરી સત્તા ઉપર આવવા માયાવતીએ એકવાર ફરી જુનો દાવ અજમાવવાની તૈયારી કરી છે. જેમાં બસપા પ્રમુખે હવે સંગઠનમાં બ્રાહ્મણ અને ઉંચી જાતિને મોટી જવાબદારીઓ સોંપવા નિર્ણય કરાયો છે.

અત્યાર સુધી મુળ સંગઠનમાં મોટેભાગે દલિત નેતાઓને જ જવાબદારી મળતી હતી. હવે ઉંચી જ્ઞાતિના પૂર્વ મંત્રીઓ અને પ્રભાવશાળી નેતાઓને મંડલના મુખ્ય ઝોન કો-ઓર્ડીનેટરની જવાબદારી સોંપવામાં આવી રહી છે. આ ઉપરાંત માયાવતીએ બસપાની બધી ભાઇચારા કમીટીઓને તોડી નાખી છે. નવી કમીટીમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, મુસ્લિમ નેતાઓની ભાગીદારી વધુ રહી છે.

બહુજન સમાજ પાર્ટીના પૂર્વ શિક્ષા મંત્રી રંગનાથ મિશ્રને મિર્જાપુર મંડલ, પૂર્વ એમએલસી ઓપી ત્રિપાઠીને દેબીપાટન મંડલ, અરૂણ પાઠકને આઝમગઢ મંડલ અને પાંડેયને ગોરખપુર મંડલની જવાબદારી સોંપવામાં આવી છે. અન્ય મંડલોમાં પણ કો-ર્ડીનેટર લીસ્ટ તૈયાર થઇ રહ્યુ છે. જેમાં ઉચ જ્ઞાતિના પ્રભાવશાળી નેતાઓને જવાબદારી સુપ્રત થશે.

ઝોનલ કો-ર્ડીનેટરોમાં ફકત બ્રાહ્મણો જ નહીં પરંતુ ઉંચ વર્ણના અન્ય લોકોને પણ બસપા સામેલ કરશે. રાજનીતીના વિશ્લેષકોનું કહેવું છે કે કુછેક અપવાદ છોડી દેવામાં આવે તો માયાવતી પર અન્ય જાતિઓ ખાસ કરીને ઉંચ જાતિઓને મહત્વન ન દેવાનો આરોપ હતો. આ જોતા માયાવતી વિધાનસભા ચુંટણીમાં કોઇ પણ જાતિને હવે નારાજ કરવા નથી માંગતા.

૨૦૨૨ વિધાનસભા ચુંટણી પહેલા જ માયાવતી સામે એવા વિપક્ષી દળોની ચુનોતી છે કે બસપાની મુળ વોટ બેંક પર પ્રહાર કરવો. જેમાં સૌથી મોખરે ભાજપ અને કોંગ્રેસ છે. આ ઉપરાંત ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખર પણ કેટલીક હદ સુધી બસપાના દલિત મતમાં ભાગ પડાવવા તૈયારછે.

જેથી માયાવતીની નજર હવે જાતિવાદ ઉપર સ્થિર થઇ છે. જેથી મતની ટકાવારીનું બેલેન્સ જળવાઇ રહેે. આજ કારણથી તેઓ હવે મુળ સંગઠનમાં ઉચ જાતિના નેતાઓને જવાબદારી સોંપવા માંડયા છે.

માત્ર બહુજન સમાજ પાર્ટી જ નહીં સમાજવાદી પાર્ટીએ પણ બ્રાહ્મણો સમીકરણ સાધવા કવાયત તજ કરી છે. સમાજવાદી પાર્ટીની સભાઓમાં ન કેવળ પરશુરામ અને મંગલ પાંડેની મુર્તિઓ રખાશે. પણ સાથો સાથ બ્રાહ્મણ દિકરીઓના લગ્નમાં આર્થીક મદદ પણ કરાશે. તેમજ અન્ય મદદ પણ કરાશે.

સપા વિધાયક પ્રબુધ્ધ સભાના પ્રદેશ અધ્યક્ષ મનોજ પાંડેયને પુર્વાંચલના બુંદેલખંડના જિલ્લાઓમાં બેઠક બોલાવી હતી. જેમાં એવુ નકકી કરાયુ હતુ કે બેઠકમાં સપાના વરીષ્ઠ નેતા અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ માતા પ્રસાદ પાંડેય પણ સામેલ રહે. અખિલેશ સરકારમાં કેબીનેટ મંત્રી રહેલ મનોજ પાંડેયએ કહેલ કે બ્રાહ્મણ સમાજનો એક મોટો તબકકો આર્થીક મુશ્કેલીઓ અને રાજનીતિક ઉપેક્ષાઓનો શિકાર બન્યો છે. પ્રદેશમાં લગાતાર બ્રાહ્મણોની હત્યા અને ઉત્પીડનના બનાવો બનતા રહે છે. તેમણે એમ પણ કહેલ કે બ્રાહ્મણ સમાજ સહજ સ્વભાવના કારણે બધાની મુશ્કેલીઓમાં મદદરૂપ બને છે. પરંતુ તેમને છેતરાવાનું જ આવે છે. આ બેઠકમાં નકકી કરાયુ કે પ્રબુધ સભા પુરા પ્રદેશમાં પરશુરામ અને મંગલ પાંડેની મુર્તિઓ લગાવશે. સાથે જ જનજાગૃતિ અભિયાન પણ ચલાવશે.

(12:45 pm IST)