Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

કર્ણાટકના બેંગલુરૂમાં ગણેશજીઅે લોકોને હેલ્મેટ પહેરવાના ફાયદા અને મહત્વ સમજાવી નવતર પ્રયોગ કર્યો

બેંગલુરૂઃ કર્ણાટકના બેંગલુરૂમાં પોલીસે હેલ્મેટ પહેરવાના ફાયદા અંગે જનજાગૃતિ લાવવા માટે યમરાજની વેશભુષાનો ઉપયોગ કર્યા બાદ હવે ગણેશજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ગણેશજી લોકોને હેલ્મેટ પહેરવાના ફાયદા અને મહત્વ સમજાવી રહ્યા છે. અગાઉ પણ અહીં યમરાજેવાહનચાલકોને સુરક્ષાના પાઠ ભણાવ્યા હતા અને હેલ્મેટ ન પહેરનારા લોકોને ચેતવણી આપી હતી.

યમરાજબાદ બેંગલુરુ પોલીસે ગણેશજીની મદદ લીધી છે. પોલીસ આ પ્રકારે માર્ગ સુરક્ષા સાથે જોડાયેલો મહત્વનો સંદેશો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. ભગવાન ગણેશની વેશભૂષામાં એક વ્યક્તિ રસ્તા પર લોકોને સમજાવી રહ્યો છે. તેમણે રસ્તા પર લોકોમાં હેલ્મેટ વહેંચ્યા અને જણાવ્યું કે હેલ્મેટ વિના ટુ-વ્હીલર ચલાવવું ઘાતક સાબિત થઈ શકે છે.

અગાઉ બેંગલુરુ પોલીસે માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે એક કલાકારની મદદ લીધી હતી. જેણે યમરાજની વેશભૂષામાં લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કામગીરી બદલ લોકોએ તેમની સન્માનિત પણ કર્યા હતા.

બેંગલુરુની જનતામાં રોડ સુરક્ષા પ્રત્યે જાગૃતિ આવે તે માટે પોલીસ અવનવા પ્રયોગ કરી રહી છે. કલાકારોની આ પ્રકારે મદદ લેવા ઉપરાંત પોલીસ સ્ટ્રીટ પ્લે અને લેક્ચરનું પણ આયોજન કરી રહી છે.

ડેપ્યુટી કમિશ્નર (ટ્રાફિક પોલીસ) અનુપમ અગ્રવાલે જણાવ્યું કે, “રોડ સેફ્ટી કેમ્પેઈન નિયમોનું ઉલ્લંઘન કરતાં નાગરિકો માટે શરૂ કરવામાં આવ્યું છે. વાહનચાલકોને સમજાવાઈ રહ્યું છે કે હેલ્મેટ વિના વાહન ચલાવવાથી જીવને જોખમ છે.

(6:13 pm IST)