Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

હોઠ ઉપરના મુછો જેવા વાળને દૂર કરવા યુવતિઅે હેર ‌રીમુવર લગાવ્યુ અને ચહેરો કદરૂપો થઇ ગયોઃ લોકોની મજાકનો ભોગ બનવુ પડ્યુ

નવી દિલ્હીઃ અેક યુવતિઅે પોતાના હોઠ ઉપર રહેલ મુછો જેવા વાળને દૂર કરવા માટે હેર રિમુવરનો ઉપયોગ તો કર્યો પરંતુ તેનો ચહેરો આ હેર રિમુવરના કારણે કદરૂપો થઇ ગયો છે.

આ યુવતીનું ઉદાહણ જોઇએ તો તેણે પોતાના ચહેરા ઉપર એવી પ્રોડક્ટ્સ લગાવી જેનાથી તેના ચહેરો ખરાબ થઇ ગયો. આ યુવતીનું નામ કેંટલે મર્ફી અહીં સાઉથ બેલ્સના બ્રિઝએન્ડ નામના વિસ્તારમાં રહે છે.

26 વર્ષની કેન્ટલેને મૂંછો આવતી હતી. જેણે દૂર કરવા માટે તે વેક્સ કરાવતી તી. પરંતુ એક વખત તેણે મૂંછોને દૂર કરવા માટે માર્કેટમાં ઉપલબ્ધ હેયર રિમૂવ સ્કીમનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેણે વિચાર્યું નહીં હોય એવી હાલત તેના ચહેરાની થઇ હતી.

હેર રિમૂવર ક્રીમના ઉપયોગથી કેન્ટલેની સ્કીન ખરાબ રીતે બળી ગઇ હતી. તેના હોઠો ઉપર મૂંછો જેવું નિશાન બની ગયો હતું. લોકો આવું જોઇને તેની મજાક ઉડાવતા હતા. કેન્ટલેએ એ નિશાનને છૂપાવવા માટે મેકઅપનો સહારો લીધો હતો. પોતાના દર્દનાક અનુભવને શેર કરતા કેન્ટલે કહે છે કે, હેર રિમૂલવ ક્રીમને લગાવવા માત્રથી જ તેની ચામડી બળવા લાગી હતી. ત્યારબાદ તેણે ચામડીને ચોખ્ખા પાણીથી દોઇ નાખી હતી. ચામડી બળવાથી તેના હોઠ ઉપર લાલ રંગનું નિશાન પડી ગયું હતું. ત્યારબાદ તેણે ડોક્ટરની મદદ લીધી હતી.

(6:09 pm IST)