Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

jio અનલિમિટેડ 4G ડેટા સાથે ફ્રી કોલિંગ, મેસેજ, રોમિંગ ૬ મહિના સુધી મળશેઃ મુકેશ અંબાણીની જાહેરાત

જો તમે રિલાયન્સ જિયોના ગ્રાહક છો તો આ સમાચાર તમારા માટે ખાસ છે. રિલાયન્સ જિયોએ ફરીથી એકવાર પોતાના પ્રીપેડ યુઝર્સ માટે ધમાકેદાર પ્લાન રજૂ કર્યો છે. જિયોના આ નવા પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને માત્ર અનલિમિટેડ કોલિંગ જ નહિં પરંતુ અનલિમિટેડ હાઈ સ્પીડ ડેટા, ફ્રી રોમિંગ જેવી સુવિધાઓ મળી રહી છે. આપને જિયોના આ પ્લાન વિશે વિસ્તારથી જણાવીએ.

જીયો અનલિમિટેડ ૪જી ડેટા સાથે ફ્રી કોલિંગ, મેસેજ, રોમિંગ ૬ મહિના સુધી જિયોનો નવો પ્લાન રિલાયન્સ જિયોએ મોન્સુન હંગામા ઓફર અંતર્ગત ઘણા પ્લાન રજૂ કર્યા. આ પ્લાન્સમાંનો એક પ્લાન છે. ૫૯૪ રૂપિયાનો આ પ્લાનમાં યુઝર્સને ૬ મહિના સુધી ફ્રી અનલિમિટેડ કોલિંગ સાથે સાથે અનલિમિટેડ ૪જી ડેટાની મઝા પણ લઈ શકો છો. આ સાથે તમને અનલિમિટેડ ફ્રી કોલિંગ અને એસએમએસ પણ મળી રહ્યા છે. જીયો અનલિમિટેડ ૪જી ડેટા સાથે ફ્રી કોલિંગ, મેસેજ, રોમિંગ ૬ મહિના સુધી મળશે.

(11:49 am IST)