Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

પટણામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત : હોસ્પિટલમાં પાણી ઘુસ્યા

આઈસીયુમાં માછલીઓ તરતી જોવાઈ : ગંદા પાણીથી દર્દીઓ વધુ બીમાર પડવાનો ભય

પટણામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા  ભારે વરસાદે જન જીવન અસ્તવ્યસ્ત થયું છે પટણામાં સંખ્યાબંધ વિસ્તારોમાં પાણી ભરાયા છે સૌથી ચોંકાવનારી વાત એ છે કે રસ્તાની સાથે સાથે હોસ્પિટલમાં પણ પાણી ઘુસી ગયા છે.

  પટનાની નાલંદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એટલી હદે પાણી ઘુસ્યુ છે કે તસવીરો જોઈને એવુ લાગે કે દર્દીઓ હોસ્પિટલમાં નહી પણ તળાવની વચ્ચે છે હોસ્પિટલના આઈસીયુમાં પણ પાણી જોવા મળી રહ્યુ છે. પાણીમાં માછલીઓ પણ જોવા મળી રહી છે. ડોક્ટરો આ સ્થિતિમાં પેશન્ટોનો ઈલાજ કરી રહ્યા છે.

  હોસ્પિટલમાં લોકો બીમારીમાંથી સાજા થવા આવે છે પણ અહીંયા ભરાયેલા ગંદા પાણીને જોઈને લાગી રહ્યુ છે કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ વધારે બીમાર થશે. હોસ્પિટલ સત્તાધીશોનુ કહેવુ છે કે પાણીનો નિકાલ કરવાનુ કામ ચાલી રહ્યુ છે

(12:00 am IST)