Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

ચેન્નાઈમાં AMMKનાં અધ્યક્ષ TTV દિનાકરણની કાર પર પટ્રોલ બોમ્બ ફેંકાયો : ડ્રાઇવર અને એક ફોટોગ્રાફરને ઇજા

દિનાકરણનાં ઘરની સામે જ ઉભી રહેલી કાર પર કેટલાંક અજ્ઞાત લોકોએ પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો

ચેન્નઇઃ શહેરમાં AMMKનાં અધ્યક્ષ TTV દિનાકરણની કાર પર પટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો જેમાં બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે. કેટલાંક અજાણ્યા લોકોએ દિનાકરણની કાર પર અચાનક જ હુમલો કર્યો હતો જો કે આ સમયે દિનાકરણ કારમાં સવાર ન હતાં  કારનાં ડ્રાઇવર અને એક ફોટોગ્રાફરને ઇજા થઇ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે TTV દિનાકરણે થોડાંક મહિનાઓ પહેલાં જ AIADMKથી અલગ થઇને એક નવો પક્ષ સ્થાપ્યો હતો તેમનાં પર થયેલાં હુમલા પાછળ રાજકીય કારણ પણ જવાબદાર હોઇ શકે છે. જો કે પોલીસ આ મામલે વધુ તપાસમાં લાગી ગઇ છે.

  દિનાકરણનાં ઘરની સામે જ ઉભી રહેલી કાર પર કેટલાંક અજ્ઞાત લોકોએ પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યો હતો. એવું કહેવાય છે કે આ હુમલા દરમ્યાન દિનાકરણ ઘરમાં જ હાજર હતાં. આર.કે નગરનાં ધારાસભ્ય થયેલાં દિનાકરણે બાદમાં અમ્મ મક્કલ મુન્નેટ્ર કઝગમ પાર્ટીની સ્થાપના કરી હતી.

(8:45 am IST)