Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

એન.સી.પી અને સંજય રાઉતનાં કારણે ઉદ્ઘવ ઠાકરેને રાજીનામુ દેવુ પડયુ, મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેનુ રાજીનામુ અમારી માટે આનંદની વાત નથી : બળવાખોર નેતાનુ નિવેદન !

એન.સી.પી. અને કોંગ્રેસ સામે લડતી વખતે અમને અમારા નેતાથી પણ નારાજ થવુ પડયુ : બળવાખોર ધારાસભ્ય શિંદે જૂથના પ્રવકતા દીપક કેસરકરે આપવીતી જણાવી

મુંબઈ તા.૩૦ : મહારાષ્ટ્રમાં સત્તા પરીવર્તન થયુ છે. જેમાં ઉદ્ઘવ ઠાકરેનાં રાજીનામા બાદ સૌ કોઈની નજર ભાજપ અને બળવાખોર ધારાસભ્યો પર હતી. ત્યારે બળવાખોર નેતાઓનાં જૂથમાંથી શિંદે જૂથનાં પ્રવકતા દીપક કે સરકાર દ્વારા સૌ પ્રથમ પ્રતિ ક્રીયા આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, અમે ઉદ્ઘવ ઠાકરેનાં રાજીનામાથી ખુશ નથી. અમે બધા દુખી છીએ. એન.સી.પી અને કોંગ્રેસ સામેની લડતમાં મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેનો ભોગ લેવાયો છે.
બળવાખોર છાવણીની પ્રથમ પ્રતિક્રિયા શિંદે જૂથના પ્રવક્તા દીપક કેસરકર તરફથી આવી છે.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું અમારા માટે આનંદની વાત નથી.
અમે બધા દુઃખી છીએ કે NCP એર કોંગ્રેસ સામે લડતી વખતે અમને અમારા નેતાથી પણ નારાજ થવું પડ્યું. તેનું કારણ એનસીપી અને સંજય રાઉત છે, જેમનું રોજનું કામ કેન્દ્ર સરકાર વિરુદ્ધ નિવેદનો આપવાનું અને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ખરાબ સંપર્ક કરવાનું છે. જેના કારણે સ્થિતિ વણસી હતી અને તેથી અમારે આ પગલું ભરવું પડ્યું હતું. તેમ દીપક કેસકર દ્વારા જણાવવામાં આવ્‍યુ હતું.

 

(12:03 am IST)