Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક : એકનાથ શિંદે બનશે મુખ્યમંત્રી :ડે ,સીએમ તરીકે દેવેન્દ્ર ફડનવીશ

એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રનો વિકાસ અમારો મુખ્ય એજન્ડા હશે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રની કેબીનેટમાં જોડાશે નહિ. ભાજપ સાથે અમારું કુદરતી ગઠબંધન હતું.

મહારાષ્ટ્રની રાજનીતિમાં આજે ફરીથી નવો વણાંક આવ્યો છે. પૂર્વ ઉખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે નવી સરકારનાં મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેની ચૌકાવનારી જાહેરાત કરી છે. એકનાથ શિંદે મહારાષ્ટ્રનાં નવા મુખ્યમંત્રી તરીકે સાંજે સાત કલાકે શપથ ગ્રહણ કરશે. એકનાથ શિંદેને ભારતીય જનતા પાર્ટીનાં 106 ધારાસભ્યો ટેકો આપશે. પત્રકાર પરિષદમાં દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીને જનમત મળ્યો ન હતો. ઉધ્દ્ધાવઠાકરે સરકાર સગવડિયા સગપણથી બની હતી. આ સરકારનું લાંબુ ભવિષ્ય ન હતું. એમવીએ સરકારમાં પારાવાર ભ્રષ્ટાચારે માજા મૂકી હતી. ભાવિ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રનો વિકાસ અમારો મુખ્ય એજન્ડા હશે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રની કેબીનેટમાં જોડાશે નહિ. ભાજપ સાથે અમારું કુદરતી ગઠબંધન હતું. અમે હિન્દુત્વના મુદ્દાને આગળ વધારીશું. બાલાસાહેબ ઠાકરેનું સ્વપ્ન પૂર્ણ કરીશું. અમારા માટે કોઈ સ્વાર્થ નથી

(7:35 pm IST)