Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

મંગળની સપાટી નીચે લાખો વર્ષ જુનુ ‘જીવન' ધરબાયેલુ હોવાની સંભાવનાઃ નાસાનો અભ્‍યાસ

નવી દિલ્‍હીઃ વૈજ્ઞાનિકો કાયમ મંગળના વાતાવરણ અને તેનો અભ્‍યાસ કરવા માટે ઉત્‍સાહી હોય છે પણ નાસા લેબોરેટરીના મંગળ પર જીવન હોય તો તે શોધવા માટેના એક નવા પ્રયોગમાં કહેવાયુ છે કે આના માટે તેમણે નવી સ્‍ટ્રેટેજી અપનાવવી પડશે. પ્રયોગ અનુસાર, જીવન હોવાના કોઇ પ્રમાણો મેળવવા માટે રોવરે મંગળની સપાટીથી ૬.૬ ફુટ અથવા તેનાથી વધારે ઉંડુ ખોદવુ પડશે. આ એવુ લેવલ છે જયાંથી રોવર એમીનો એસીડના પુરાવાઓ શોધી શકે. એમીનો એસીડ એ મંગળ પર જીવન હોવાના સ્‍પષ્‍ટ સંકેત છે. જો કે સમયે સમયે થયેલા અભ્‍યાસો એવુ માને છે કે ત્‍યાં જીવન હોવાની સાબિતીઓને મંગળ પરના કોસ્‍મીક કિરણોથી નુકશાન થયુ હશે.

એસ્‍ટ્રોબાયોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલ અભ્‍યાસમાં કહેવાયુ છે કે મંગળ પર જીવન હોવાના સબૂતો કદાચ વૈજ્ઞાનિકો ધારણા કરતા પણ વધારે ઝડપે નુકશાન પામ્‍યા છે. મેરીલેન્‍ડ ખાતેના નાસાના ગોડાર્ડ સ્‍પેસ ફલાઇટ સેન્‍ટરમાં કામ કરતા એલેકઝાન્‍ડર પાવલોવે કહ્યુ કે અમારા પરિણામો સૂચવે છે કે કોસ્‍મીક કિરણોના કારણે મંગળની સપાટી પર એમીનો એસીડનો નાશ આ પહેલા કરાયેલી ધારણા કરતા વધુ ઝડપે થયો છે. અત્‍યારના માર્સ  મિશનનું રોવર લગભગ ૨ ઇંચ જેટલુે ડ્રીલીંગ કરે છે. આટલી ઉંડાઇના એમીનો એસીડનો સંપૂર્ણ નાશ થવામા ૨૦ મીલીયન વર્ષો લાગી શકે પણ જો તેમાં પાણી ઉમેરાય તો આ પ્રક્રિયાની ઝડપ ઘણી વધી જાય એમ પણ તેમણે જણાવ્‍યુ હતું.

(4:04 pm IST)