Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

દિલ્‍હીમાં વરસાદથી ગરમીમાં રાહત : મણીપુરમાં ભુસ્‍ખલન થતા ૧૩ લોકોનું રેસ્‍કયુઃ ઝારખંડમાં વિજળી પડવાની શકયતા : બંગાળમાં અનેક નદીઓ ગાંડીતુર

નવી દિલ્‍હી, તા. ૩૦ :  રાજધાની દિલ્‍હીમાં આજે જોરદાર વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી, છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો ૪૦ ડીગ્રી આસપાસ રહેલ. ભારે વરસાદથી તાપમાનમાં ૬ થી ૭ ડીગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે.

દિલ્‍હી-એન.સી.આર.માં સતત વરસાદથી ટ્રાફિક જામની સ્‍થિતિ ઉભી થઇ છે. દિલ્‍હી -ગુડગાવ રોડ ઉપર વાહનોની લાંબી લાઇનો સર્જાય છે. હવામાન વિભાગે હરિયાણા અને દિલ્‍હી માટે ગુરૂવારે ઓરેન્‍જ એલર્ટ આપ્‍યુ હતું. આ સિવાય યુપી, ઉતરાખંડ માટે રેડ એલર્ટ અપાયેલ. રૂદ્રપ્રયાગમાં પણ આજે જોરદાર વરસાદ પડેલ.  મણીપુરના નોની જીલ્લામાં તુપુલ રેલ્‍વે સ્‍ટેશન પાસે ભુસ્‍ખલનના કારણે કેટલાક લોકો કાટમાળ હેઠળ દબાયા હોવાની સંભાવના છે. આસપાસના ગામોમાં પુરનો ખતરો વધ્‍યોછે. ભારતીય સેના દ્વારા ૧૩ લોકોને બચાવ અભિયાન દ્વારા રેસ્‍કયુ કરાયા છે. હજુ પણ અભિયાન ચાલુ છે અને ઘાયલોને હોસ્‍પીટલમાં ખસેડાયા છે.

ઝારખંડમાં પણ આજે ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. અમુક જગ્‍યાએ  વીજળી પડવાની પણ શકયતા છે. રાજયના ઉતરી ભાગ અને નજીકના મધ્‍ય ભાગમાં હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવના કાલે અને શનિવારે માટે પણ દર્શાવી છે.

પヘમિ બંગળાના જલપાઇગુડીમાં મુશળધાર વરસાદથી મોટો ભાગ પ્રભાવિત છે. સડકો જળમગી બની છે. અમુક વિસ્‍તારોમાં ગોઠણ સમા પાણી ભરાઇ ગયા છે. બંગાળના ઉપહિમાલય જીલ્લાઓમાં હવામાન વિજ્ઞાન વિભાગે વરસાદનું અનુમાન દર્શાવ્‍યા છે. થોડા દિવસથી થઇ રહેલ વરસાદના કારણે કોરોલા, તીસ્‍તા, ડાયના, જલઢાકા અને માનસાઇ નદીઓ ઉફાન ઉપર છે.

(4:03 pm IST)