Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

હાલ શિક્ષણ ફેક્ટરી જેવું ચાલી રહ્યું છે ,કર્મચારીને માત્ર વેતનથી મતલબ : રાજ્યપાલનું મોટું નિવેદન

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરના IITEના કાર્યક્રમમાં કહ્યું કે પહેલા ગુરુકુળ પદ્ધતિથી શિક્ષણ અપાતું હતું, જ્યારે હવે મતલબથી શિક્ષણ અપાઈ છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરના IITEના કાર્યક્રમમાં એક મોટું નિવેદન આપ્યું છે. જેમા તેઓએ વર્તમાન શિક્ષણ પદ્ધતિ પર કટાક્ષ કર્યો છે.

આચાર્ય દેવવ્રતે ગાંધીનગરના IITEના કાર્યક્રમમાં કહ્યું કે, હાલ શિક્ષણ ફેક્ટરી જેવું ચાલી રહ્યું છે. એટલે કે, ફેક્ટરીમાં માત્ર વેતનથી કર્મચારીને મતલબ હોય છે. બાકી કોઇ વસ્તુથી નહીં. પહેલા ગુરુકુળ પદ્ધતિથી શિક્ષણ અપાતું હતું, જ્યારે હવે મતલબથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તેઓએ કહ્યું કે, દુરાચારીઓએ નકલી ઈન્જે, દવાઓની ચોરી કરે છે. અભણ નહીં પણ ભણેલા લોકો દુરાચાર કરે છે.

 રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના નિવેદનથી એવું સાફ સમજી શકાય કે, તેઓ શિક્ષણ માફીયાઓ પર સીધો એવો આરોપ લગાવી રહ્યા છે કે તેઓ પોતાના મતલબ પ્રમાણે શિક્ષણને એક ધંધો બનાવી નાંખ્યો છે અને આવા શિક્ષણથી દુરાચારીઓ સામે આવી રહ્યા છે જેઓ કોરોના મહામારીમાં પણ ઇન્જેક્શન અને દવાઓની ચોરી કરી રહ્યા છે.

(12:37 am IST)