Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ઉત્તર પ્રદેશના નવા ડીજીપી તરીકે 1987 બેચના આઈપીએસ અધિકારી મુકુલ ગોયલની નિમણુંક

રાજ્યના નવા પોલીસ મહાનિર્દેશક, મુકુલ ગોયલ, યુપીના મુઝફ્ફરનગરના વતની : વારાણસી અને ગોરખપુર, સહારનપુર અને મેરઠ જિલ્લાના એસએસપી રહી ચૂક્યા છે.

ઉત્તર પ્રદેશમાં 1987 બેચના આઈપીએસ અધિકારી મુકુલ ગોયલની રાજ્યના નવા ડીજીપી તરીકે નિમણૂક કરાઈ છે, મુકુલ ગોયલ હાલમાં ભારત સરકારમાં એડિશનલ ડીજી ઓપરેશન્સ, બીએસએફ તરીકે મુકાયા હતા. આઈપીએસ હિતેશચંદ્ર અવસ્થી ગુરુવારે જ ડીજીપી પદ પરથી નિવૃત્ત થયા છે. આ પછી ડીજીપીનો હવાલો એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારને આપવામાં આવ્યો હતો. મંગળવારે સાંજે આઈપીએસ મુકુલ ગોયલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત પણ કરી હતી.

રાજ્યના નવા પોલીસ મહાનિર્દેશક, મુકુલ ગોયલ, યુપીના મુઝફ્ફરનગરના છે. આઈઆઈટી દિલ્હીથી બીટેક કર્યા પછી એમબીએ પણ કર્યું. તેઓ યુપીના આઝમગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક અને વારાણસી,અને ગોરખપુર, સહારનપુર અને મેરઠ જિલ્લાના એસએસપી રહી ચૂક્યા છે. આ ઉપરાંત તે કાનપુર, આગ્રા, બરેલી રેન્જના ડીઆઈજી અને બરેલી ઝોનના આઈજી પણ રહી ચૂક્યા છે.ઉત્તર પ્રદેશની ગત અખિલેશ યાદવ સરકારમાં મુકુલ ગોયલને રાજ્યના એડીજી લો એન્ડ ઓર્ડર તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. અરુણ કુમારની જગ્યાએ મુઝફ્ફરનગર રમખાણો વખતે તેમને એડીજી લો એન્ડ ઓર્ડર બનાવવામાં આવ્યા હતા.

30 જૂને, ડીજીપી સહિત 21 પોલીસ અધિકારીઓ યુપીમાં નિવૃત્ત થયા હતા. તેમાંથી 9 આઈપીએસ અને 12 પીપીએસ અધિકારીઓ છે. નિવૃત્ત આઈપીએસ અધિકારીઓમાં 21 પોલીસ અધિકારીઓમાં યુપી કેડર અને પ્રાંત પોલીસ સેવા અધિકારીઓ, 2 ડીજી રેન્ક, 2 આઇજી રેન્ક, 3 ડીઆઈજી રેન્ક અને 2 એસપી રેન્ક અધિકારીઓ શામેલ છે.

(9:59 pm IST)