Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

નકલી રસીકરણ મામલે કેન્દ્ર એક્શન મોડમાં : બંગાળ સરકાર પાસે બે દિવસમાં માંગ્યો જવાબ

ખોટા રસીકરણમાં સામેલ લોકો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા

નવી દિલ્હી : નકલી રસીકરણ મામલે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે અને પશ્ચિમ બંગાળ સરકારે 2 દિવસમાં રાજ્યમાં ખોટા રસીકરણના મામલે જવાબ માંગ્યો છે. આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા પશ્ચિમ બંગાળ સરકારને જે પણ લોકો આ ખોટા રસીકરણમાં સામેલ છે તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે, જે પણ લોકો આ ખોટા રસીકરણમાં સામેલ છે.

વેક્સિન ફ્રોડને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ હરિકૃષ્ણ દ્વિવેદીને ચિટ્ઠી લખી છે. સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરીને ખોટા રસીકરણ પર જવાબ માંગ્યો છે. આ ચિટ્ઠીમાં તેમણે લખ્યું છે કે જરૂર પડે તો તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાના પણ આદેશ આપ્યા છે. બંગાળ વિધાનસભાના નેતા એન ભાજપના ધારાસભ્ય શુવેંદુ અધિકારીને પશ્ચિમ બંગાળમાં થઈ રહેલ ખોટા ટીકાકરણને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ ફરિયાદ કરી હતી.

 
(9:00 pm IST)