Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

જયારે જાહેર જનતાના આરોગ્યનો સવાલ હોય ત્યારે વેક્સીન નહીં લેવાનો હક્ક શંકા પ્રેરે છે : વેક્સીન નહીં લેનાર વ્યક્તિ સંક્ર્મણ ફેલાવવામાં નિમિત્ત બની શકે : વેક્સીન લેવાથી કોઈ એક વ્યક્તિનું નહીં પરંતુ સમગ્ર સમાજનું રક્ષણ થાય છે : મદ્રાસ હાઇકોર્ટે રાજ્ય સરકાર પાસે વેક્સિનેશનના આયોજન અંગેની વિગત માંગી

મદ્રાસ : વેક્સીન નહીં લેવાનો હક્ક શંકા પ્રેરે છે.તેવું જણાવતા મદ્રાસ હાઇકોર્ટે કહ્યું હતું કે જયારે જાહેર જનતાના આરોગ્યનો સવાલ હોય ત્યારે વેક્સીન નહીં લેવાનો હક્ક આપી શકાય નહીં. કારણકે વેક્સીન નહીં લેનાર વ્યક્તિ સંક્ર્મણ ફેલાવવામાં નિમિત્ત બની શકે છે.

નામદાર  કોર્ટે  સીનીઅર સીટીઝન ,અથવા દિવ્યાંગ ,અથવા અશક્ત લોકો કે જેઓ ઘરની બહાર નીકળી શકતા નથી તેમને વેક્સીન આપવા માટે શું આયોજન કર્યું  છે તે અંગે રાજ્ય સરકાર પાસે વિગત માંગી હતી.

રાજ્યના એડવોકેટ જનરલ આર શુનમુગાસુંદરમએ નામદાર કોર્ટને જણાવ્યું હતું કે અમુક લોકો વેક્સીન લેવાની અનિચ્છા દર્શાવે છે. જેના અનુસંધાને મુખ્ય ન્યાયાધીશ સંજીબ બેનર્જી અને ન્યાયાધીશ સેન્થિલકુમાર રામામૂર્તિની ખંડપીઠે ઉપરોક્ત અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

મુસાફરી કરવામાં અસમર્થ એવા લોકો સહિત, દિવ્યાંગ  વ્યક્તિઓને રસીકરણ અંગેની જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન રાજ્યના એડવોકેટ જનરલ દ્વારા  રજુઆત કરવામાં આવી હતી. જેમાં અમુક લોકો વેક્સીન લેવાની અનિચ્છા દર્શાવતા હોવાનું જણાવ્યું હતું.

જેના અનુસંધાને નામદાર કોર્ટે જણાવ્યું હતું કે વેક્સીન માત્ર એક વ્યક્તિની જ નહીં પરંતુ સમગ્ર સમાજની રક્ષા કરે છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે. 

 

(7:55 pm IST)