Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ડોર ટુ ડોર વેક્સિનેશનનો પ્રયોગ ચાલુ રાખો : કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ જોવાની જરૂર નથી : મહારાષ્ર સરકારને બોમ્બે હાઇકોર્ટની સૂચના

મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે બોમ્બે  હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે તેઓ સીનીઅર સીટીઝન ,દિવ્યાંગ ,સહિતના પ્રજાજનો માટે ડોર ટુ ડોર વેક્સિનેશનનો અમલ કરવા માંગે છે. જે માટે કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી છે.

ઉપરોક્ત બાબતના અનુસંધાને નારાજગી વ્યક્ત કરતા નામદાર કોર્ટે જણાવ્યું હતું કે તમે ડોર ટુ ડોર વેક્સિનેશનનો પ્રયોગ ચાલુ રાખો .તે માટે  કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ જોવાની જરૂર નથી .

નામદાર કોર્ટે મહારાષ્ટ્ર સરકારને સવાલ કર્યો હતો કે ડોર ટુ ડોર વેક્સિનેશન માટે કેન્દ્ર સરકારની મંજૂરીની જરૂર  છે તેવું તમને લાગે છે ? દરેક બાબતોમાં તમે કેન્દ્ર સરકારને પૂછવા જાવ છો ? આરોગ્ય  સેવા રાજ્ય સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે.તે માટે કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની જરૂર નથી. નામદાર કોર્ટે અન્ય રાજ્યો જેવા કે બિહાર ,તેમજ કેરાલાએ આ બાબતે કેન્દ્ર સરકારની મંજૂરી લીધી હતી ? તેવો વેધક સવાલ પૂછી ડોર ટુ ડોર વેક્સિનેશનનો પ્રયોગ ચાલુ રાખવા સૂચના આપી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:47 pm IST)