Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

કાલે જળવાયુ પરિવર્તન અને અંતરીક્ષમાં થતી ગતિવિધિઓના કારણે ધરતી ઉપર ખતરોઃ ઉલ્કાપિંડ ધરતીના ઓર્બિટ સાથે ટકરાશેઃ ૨૫૦ મીટરની ઉલ્કા ૧૪ હજાર મીટર પ્રતિ કલાકની ઝડપે ધરતી ઉપર આગળ વધે છેઃ નાસાઍ આપેલી માહિતી

બજલવાયુ પરિવર્તન અને અંતરિક્ષમાં થતી ગતિવિધિઓના કારણે ઘરતી પર ખતરો મંડરાઈ રહ્યો છે. ફરી એક વખત 250 મીટરની વિશાળ ઉલ્કાપિંડ ધરતી માટે મુશ્કેલી બની છે. 14000 મીટર પ્રતિ કલાકની ઝડપથી ધરતીની તરફ વધી રહી છે. NASAએ જણાવ્યા અનુસાર 1 જુલાઈએ આ ઉલ્કાપિંડ ધરતીના ઓર્બિટ સાથે ટકરાશે. સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિક આ ખતરાને વર્ષ 2006માં જ ઓળખી ગયા હતા અને હવે 15 વર્ષ બાદ આ ખતરો ખૂબ નજીક આવી ચુક્યો છે. નાસાએ આ ઉલ્કાપિંડનું નામ 2021 GM4 આપ્યું છે. આકારમાં તે 110 મીટરથી 250 મીટરની છે.

ખૂબ ઝડપથી વધી રહ્યો છે એસ્ટેરોયડ

મે 2020માં પણ લગભગ આટલાજ આકારની વિશાળ ઉલ્કાપિંડ 2020 DM4 ધરતીની ખૂબ જ નજીકથી પસાર થઈ હતી. જોકે અત્યાર સુધી કોઈ નુકશાન નથી થયું. ફરી એક વખત 2021 GM4 નામની આ ઉલ્કાપિંડે વૈજ્ઞાનિકોની ચિંતા વધારી છે. 6.29 કિલોમીટર પ્રતિ સેકન્ડની રફતારથી ઉલ્કાપિંડ ધરતીની તરફ વધી રહી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ ઉલ્કાપિંડ 1 જુલાઈએ રાતે લગભગ 11 વાગીને 53 મિનિટ પર ધરતી સાથે ટકરાશે. નાસાએ ઉલ્કાપિંડને Apolloની કેટેગરીમાં મુકી છે. કારણ કે વર્ષ 1862ના ઉલ્કાપિંડ Apollo જેવી જ છે.

5 ઉલ્કાપિંડોથી તબાહીના સંકેત

મે 2020માં 2020 DM4નામની ઉલ્કાપિંડે પણ ધરતીની સપાટીનાં દસ્તક આપી હતી. ધરતી સાથે 5 મોટી ઉલ્કાપિંડ ટકરાવવાનો ખતરો છે. જેનાંથી આ ત્રીજો વિશાળકાય ઉલ્કાપિંડ છે. આ આ આકાર એટલો મોટો છે કે તમે તેની તુલના લંડન આઈ અથવા તો બુર્જ ખલીફાના ટાવર સાથે પણ કરી શકો છો. હાલમાં અંતરિક્ષ વૈજ્ઞાનિકો લગભગ 2000 ઉલ્કાપિંડો પર અભ્યાસ કરી રહી છે. જે ધરતી માટે ખતરો બની શકે છે.

(5:01 pm IST)