Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

જમ્મુ કાશ્મીરમાં બે આતંકીઓ ઠાર મરાયા : સુંદરબનીમાં એલઓસી ઉપર અથડામણ ચાલુ

જમ્મુ : (સુરેશ ડુગ્ગર દ્વારા) સુરક્ષાદળોએ જમ્મુ કાશ્મીરના કુલગામમાં અત્યાર સુધીમાં બે આતંકવાદીઓને ફૂંકી મારવામાં સફળતા મેળવી છે. બપોરે આ લખાય છે ત્યારે આતંકીઓ સાથેની મૂઠભેડ ચાલુ છે. દરમિયાન રાજૌરીના સુંદરબનીમાં લાઈન ઓફ કન્ટ્રોલ પાર કરીને આવેલા આતંકીઓના એક જૂથ સાથે અથડામણો ચાલુ હોવાનું પણ જાણવા મળે છે. જેમાં એક સૈનિકને ઈજા થઈ છે.

(4:37 pm IST)