Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

સતત ચોથા દિવસે ડ્રોન ઝબકયા : શ્રીનગર એરપોર્ટ ઉપર આજે બપોરે ભેદી ડ્રોન ઉડતુ જોવા મળ્યુ

અત્યારે મળતા અહેવાલ મુજબ આજે સતત ચોથા દિવસે શ્રીનગરના એરપોર્ટ ઉપર ડ્રોન ઉડતુ નજરે પડ્યુ હતું : જમ્મુ ખાતેના સશસ્ત્ર દળોના અધિકારીઓના કહેવા મુજબ આ ડિવીઝનમાં આજે ચોથા દિવસે ૩-૩ અલગ અલગ જગ્યાઓએ ડ્રોન જેવા ઉડતા પદાર્થો જોવા મળ્યા હતા. આજે બપોરે ૨:૩૦ વાગ્યે બીએસએફએ શ્રીનગર એરપોર્ટ ઉપર ઉડતી વસ્તુ જોતા ફાયરીંગ કર્યુ હતુ અને આ ડ્રોન નાસી છૂટેલ.

(4:36 pm IST)