Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

પત્નીનો પ્લાન હતો બેંક લૂંટવાનોઃમેઘાલય બેંકમાં ત્રણ દિવસ છૂપાઈ રહી

પતિએ ગૂમ થયાનો રિપોર્ટ કરાવેલ મહિલા પોલીસને મળી બેંકમાંથી

નવી દિલ્હીઃ. ભારતના મેઘાલયમાં એક મહિલા ગૂમ થવાની અજબની ઘટના સામે આવી છે, જેણે બધાને આશ્ચર્યમાં મુકી દીધા હતા. ૪૦ વર્ષની એક મહિલા બે દિવસથી ગૂમ હતી પણ પોલીસને જ્યારે તેની ભાળ મળી તો મામલો કંઈક અલગ જ હતો. પતિએ મહિલાના ગૂમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો પણ એ મહિલા તો ભૂખી અને બેહોશીની હાલતમાં મેઘાલય બેંકની અંદરથી મળી આવી હતી. ખરેખર તો આ મહિલા બેંકમા ચોરી કરવાના મકસદથી ઘુસી હતી પણ બધુ તેના પ્લાન અનુસાર નહોતું બન્યુ અને તે બેંકમાં જ ફસાઈ ગઈ હતી. તેને જાણ નહોતી કે મહિનાના ચોથા શનિવારે બેંકમાં રજા હોય છે એટલે ચોરી કરીને સવારે ભાગવાના બદલે તે બેંકમાં જ ફસાઈ ગઈ.

શુક્રવારે પોતાના ઘરથી થોડા અંતરે આવેલ બેંકમાં જતી વખતે ઈસાબેલ્લા મરબોહને હતુ કે તેનો ચોરીનો પ્લાન પરફેકટ છે. બેંકમાં ઘૂસતા જ તેણે જોયું કે બેંકના સર્વર રૂમમાં કોઈ નથી. તેનો પ્લાન હતો કે જ્યારે આ રૂમમાં કોઈ નહીં હોય ત્યારે તે આ રૂમમાં ઘૂસી જશે અને બેંક બંધ થવાની રાહ જોશે. બેંકમાંથી બધા લોકો જતા રહેશે ત્યારે તે પૈસા મુકાય છે તે રૂમમાં જતી રહેશે અને પછી બીજે દિવસે બેંક ખુલતા જ તે પૈસા લઈને ફરાર થઈ જશે, પણ એવું થયુ નહીં અને તેની ચોરી પકડાઈ ગઈ. હોસ્પીટલમાં સારવાર કરાવ્યા પછી પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

પોલીસના જણાવ્યા અનુસાર તે પોતાની સાથે ઘણી ચોકલેટો અને ઓઆરએસ પણ લાવી હતી જેથી ભૂખ લાગે ત્યારે ખાઈ શકાય, પણ તેના કમનસીબે બીજા દિવસે બેંકમાં રજા હતી અને તેનુ ભોજન તથા પાણી ખલાસ થઈ ગયું હતું. બેંક મેનેજરે જ્યારે દરવાજો ખોલ્યો તો ડીહાઈડ્રેટેડ થઈ ગઈ હતી. બેંકના સીસીટીવી કેમેરા તૂટેલા હતા. જે રેકોર્ડીંગ જોતા તેણે જ તોડયા હતા.

(3:51 pm IST)