Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

૪૦૦ અબજ ડોલરની નિકાસ માટેનો માસ્ટર પ્લાન તૈયાર

FTA દેશની નિકાસ વધારવામાં કરશે મદદ

નવીદિલ્હીઃ નિકાસકારોની સંસ્થા ફીયોએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ૪૦૦ અબજ ડોલરનું મહત્વાકાંક્ષી નિકાસ લક્ષ્ય પ્રાપ્ત કરવા યોગ્ય છે, પરંતુ આક્રમક માર્કેટિંગ વ્યૂહરચના અને નવા બજારોમાં પ્રવેશની જરૂર છે. ફીયોના નવા ચૂંટાયેલા પ્રમુખ એ શકિતવેલે કહ્યું કે બ્રિટન, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને યુએસ જેવા દેશો સાથે મુકત વેપાર કરારથી નિકાસને વેગ મળશે.

તેમણે કહ્યું કે આ કરારો વિદેશી રોકાણ આકર્ષિત કરવામાં પણ મદદ કરશે. તેમણે કહ્યું કે તે ખૂબ જ પ્રોત્સાહક છે કે સરકાર ઘણાં વ્યવસાયિક ભાગીદારો સાથે મળીને આ દિશામાં એક સાથે આગળ વધી રહી છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ૪૦૦ બિલિયન નિકાસનું લક્ષ્ય રાખ્યું છે. તે માત્ર એક મોટી ડીલ જેવું લાગે છે, પરંતુ તે પ્રાપ્ય છે. આ માટે, તમારે નવા બજારોમાં પ્રવેશ કરવો પડશે. જ્ત્ચ્બ્ના નવા પ્રમુખે કહ્યું કે મારી પ્રાથમિકતા નિકાસને પ્રોત્સાહન આપવાની રહેશે.

એમપીઆઈ ફંડ વધ્યું

શકિતવેલે સૂચવ્યું હતું કે માર્કેટ એકસેસ ઇનિશિએટિવ (એમપીઆઈ) ના ભંડોળ વર્તમાન સ્તરે રૂપિયા ૨૦૦ કરોડથી વધારવામાં આવે અને આવતા પાંચ વર્ષમાં નિકાસને ૧૦૦૦ અબજ ડોલર સુધી પહોંચવા માર્કેટિંગ યોજના તૈયાર કરવામાં આવે. આ માટે, વાર્ષિક ૧૦૦૦ કરોડ રૂપિયા સુધીના એમપીઆઈ ફંડ લેવાનું વિચારવું જોઈએ.

નિકાસ રાષ્ટ્રીય પ્રાથમિકતા હોવી જોઈએ

એફઆઈઇઓ વિદેશમાં ભારતીય રાજદ્વારી મિશન સાથે સીધા સંપર્ક દ્વારા સંબંધિત દેશમાં ભારતીય ચીજવસ્તુઓ અને સેવાઓની નિકાસ વધારવાના -યાસો કરવાની યોજનાઓની વિચારણા કરી રહી છે. તેમણે કહ્યું કે નિકાસ અમારી રાષ્ટ્રીય અગ્રતા હોવી જોઈએ.

(3:50 pm IST)