Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

શાસ્ત્રી મેદાન લાખોના ખર્ચે ડેવલપ થશે : ચિલ્ડ્રન પાર્ક બનશે

ર૪ કલાક એકસ આર્મીમેનની સિકયુરીટી-કમ્પાઉન્ડ વોલ-રમત અને જાહેરસભાનું મેદાન-વોકીંગ ઝોન સહિતની સુવિધા ઉભી કરાશે : તત્કાલીન કલેકટર રેમ્યા મોહન અને તત્કાલીન એડી. કલેકટર પરિમલ પંડ્યા દ્વારા આખો ડ્રોઇંગ પ્લાન બનાવાયો છે : હવે નવા કલેકટર અરૂણ મહેશબાબુ આ યોજના હાથ ઉપર લેશે

રાજકોટ, તા. ૩૦ :  રાજકોટનું ઐતિહાસિક અને ભારતને જય જવાન જય કિસાનનો નારો આપનાર લોકલાડીલા વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીના નામ ઉપર થી ૪૦ હજાર ચો.મી. જગ્યાવાળુ સરકારી માલીકીનું શાસ્ત્રી મેદાન આગામી મહિનાઓમાં લાખોના ખર્ચે નવા રૂપ રંગ ધારણ કરશે અને રાજકોટની મધ્યે શહેરની કલા-શોખીન પ્રેમી પ્રજાને એક નવલુ નઝરાણુ ભેટમાં મળશે.

શાસ્ત્રી મેદાન રાા વર્ર્ષ સુધી રાજકોટ એસટીને અપાયુ હતું, આ પછી આ વર્ષે કલેકટર તંત્રને આ મેદાનને ડેવલપ કરવા બસોનું દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ કોરોનાને કારણે બધુ સ્થગિત થઇ ગયું હતુ, પરંતુ હવે કોરોના સમાપ્ત થતા કલેકટર તંત્રે ફરી આ કાર્યવાહી હાથ ધરી છે, ગયા ગુરૂવારે નવા કલેકટર શ્રી અરૂણ મહેશબાબુએ પણ શાસ્ત્રી મેદાન ડેવલપ અંગે પત્રકારોને નિર્દેશ આપ્યો હતો.

અત્રે એ નોંધનીય છે કે તત્કાલીન કલેકટર શ્રી રેમ્યામોહન, એડી. કલેકટરશ્રી પરિમલ પંડયા તથા અન્યોએ શાસ્ત્રીમેદાન લાખોના ખર્ચે ડેવલપ કરવા મહત્વનો ડ્રોઇંગ પ્લાન બનાવ્યો હતો, સીટી પ્રાંત-૧ શ્રી સિધ્ધાર્થ ગઢવી તથા કલેકટર કચેરીનું ઓડીટોરીયમ-ઓપન એર બનાવનાર એક લેડી અધીકારી દ્વારા ડેવલમેન્ટ અંગે કાર્યવાહી કરી હતી.

દરમિયાન એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાએ આજે એક અનૌપચારિક વાતચીતમાં ''અકિલા''ને જણાવ્યું હતું કે શાસ્ત્રી મેદાનમાં ચિલ્ડ્રન પાર્ક, ફરતી કમ્પાઉન્ડ વોલ, ર૪ કલાક એકસ આર્મીમેનની સિકયુરીટી, રમતનું મેદાન, જાહેરસભા થઇ શકે તેવું મેદાન, ગાર્ડન તેમજ વોકીંગ ઝોન સહિતના પ્લાન બનાવાય છે, નવા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુ આ યોજનાને ફાઇનલ ટચ આપે બાદમાં શાસ્ત્રી મેદાન ડેવલપ કરાશે.

(3:21 pm IST)