Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

હવે વિજળી ક્ષેત્રે 'પોર્ટીબીલીટી': ઇચ્છીત કંપની પસંદ થઇ શકશેઃ વીજ સપ્લાય બંધ થયે વળતર મળશે

સરકાર ચોમાસુ સત્રમાં રજુ કરશે ઇલે.સુધારા બિલ

નવી દિલ્હી, તા.૩૦: જો તમે વીજ સેવાઓ આપતી વર્તમાન કંપનીથી ખુશ નથી, તો જલ્દી જ હવે તમારી પાસે તે અધિકાર હશે કે તમે જૂની કંપનીને છોડીને બીજી મનપસંદ વીજ કંપનીને પાવર સપ્લાય માટે પસંદ કરી શકશો. તે બિલકુલ એવી જ રીતે કામ કરશે જેવી રીતે તમે કોઇ ટેલિકોમ કંપનીની સેવાઓથી નાખુશ હોવ તો અન્ય ટેલિકોમ કંપની પર પોર્ટ કરો છો.

પાવર એન્ડ રિન્યૂએબલ એનર્જી મિનિસ્ટર આર કે સિંહે કહ્યું કે સરકાર Electricity Amendment Bill ૨૦૨૧ના રોજ જુલાઇમાં શરૂ થતા મોનસૂન સત્રમાં રજૂ કરી શકે છે. જો એવુ થયુ તો આ પાવર ડિસ્ટ્રીબ્યૂશન ક્ષેત્રમાં એક મોટો બદલાવ હશે, જે ઉપભોકતાઓને એક મોટી તાકાત આપશે. જાન્યુઆરીમાં Electricity Amendment Bill ૨૦૨૧ના એક પ્રસ્તાવ કેબિનેટની મંજૂરી માટે જારી કરવામાં આવ્યો હતો.

વિજળી મંત્રીએ એક ઇવેન્ટમાં કહ્યું કે અમે વીજળી ઉત્પાદનની જેમ તેના વિતરણને પણ ડીલાઇસેંસ કરવાનો પ્રસ્તાવ મુકયો છે. તેને લઇને કેબિનેટ એક કેબિનેટ નોટ જારી કરી હતી જેને તમામ મંત્રાલયોને મંજૂર કરી લીધી છે પરંતુ કાયદા મંત્રાલયના એક-બે પ્રશ્નો છે. તેમણે કહ્યું કે તેને જલ્દી જ કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે અને સંસદના આગામી સત્રમાં રજૂ કરીને પાસ કરાવવાનો પ્રયાસ થશે. મોનસૂન સત્ર ૧૯ જુલાઇથી શરૂ થઇ શકે છે અને ૧૩ ઓગસ્ટ સુધી ચાલી શકે છે.

આ બિલ આવ્યા બાદ ખાનગી કંપનીઓ માટે વિજળી વિતરણના ક્ષેત્રમાં આવવાનો રસ્તો ખુલી જશે કારણ કે લાઇસેંસ લેવાની જરૂર નહી રહે, તેનાથી હરિફાઇ પણ વધશે. તેનો સીધો ફાયદો વીજળી ઉપભોકતાઓને થશે કારણ કે તેમની પાસે પસંદ કરવા માટે અનેક સર્વિસ પ્રોવાઇડર્સ હશે. વર્તમાન સમયમાં કેટલાંક સરકારી અને ખાનગી કંપનીઓ જ વીજળી વિતરણના ક્ષેત્રમાં દબદબો છે.

વીજળી ઉપભોકતાઓ પાસે પણ તેમના ક્ષેત્રમાં સેવાઓ આપી રહેલી તેમાંથી જ કોઇ એક કંપનીને પસંદ કરવા ઉપરાંત બીજો કોઇ રસ્તો નથી. પ્રસ્તાવિત બિલ આવ્યા બાદ વર્તમાન વિતરણ કંપનીઓ પોતાની સેવી જારી રાખશે, પરંતુ તે જ ક્ષેત્રમં અન્ય વિજળી વિતરણ કંપનીઓ પણ પાવર સપ્લાયનો બિઝનેસ કરી શકશે. તેવામાં ઉપભોકતાઓ પાસે અનેક વિજળી કંપનીઓમાંથી પસંદ કરવો વિકલ્પ હશે.

આ બિલમાં ઉપભોકતાઓને વધુ શકિતશાળી બનાવવામાં આવ્યા છે, જો કોઇ કંપની જાણ કર્યા વિના વીજળી કાપે તો તેણે ઉપભોકતાઓને નુકસાન માટે વળતર ચુકવવુ પડશે. વીજ કંપનીઓને વીજળી કાપતા પહેલા ઉપભોકતાને તેની જાણ કરવી પડશે. નિશ્ચિત સમય મર્યાદા કરતાં વધુ સમય માટે વીજળી કાપવામાં આવે તો પણ નુકસાન માટે વળતર આપવાની જોગવાઇ છે.

(3:18 pm IST)