Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

જમ્મુમાં ફરી વહેલી સવારે શંકાસ્પદ ડ્રોન ઉડતા જોવા મળ્યા, નરેન્દ્રભાઈએ બોલાવેલી હાઈલેવલ બેઠકમાં જમ્મુના કેટલાક ભાગોમાં ડ્રોન ઉપર મનાઇ ફરમાવવાનો નિર્ણય *** બર્ફીલા કેનેડામાં ભયાનક ગરમી, ૪૭.૯ ડિગ્રી સુધી તાપમાન, એલર્ટ જાહેર, સ્કૂલો કોલેજો બંધ, ૬૯ લોકોના મોત *** તાલાળાગીર અને કચ્છના રાપરમાં ભૂકંપના હળવા આંચકા *** કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતર આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ *** સરકારે તેલ ઉપરની આયાત ડ્યૂટી ઘટાડતા હવે ખાદ્યતેલ સસ્તા થવાનાં એંધાણ *** શેરબજારમાં ઇનસાઇડર ટ્રેડિંગની માહિતી આપનાર બાતમીદારને અધધધ ૧૦ કરોડનું ઇનામ જાહેર *** કોરોનાનો કાળો કેર, રશિયામાં પણ અચાનક કોરોના કેસમાં અભૂતપૂર્વ ઉછાળો *** ઓસ્ટ્રેલિયાના ચાર શહેરોમાં લોકડાઉન *** દિલ્હીમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રીએ પહોંચ્યો *** તામિલનાડુમાં જુલાઇના પ્રારંભે સારો વરસાદ પડશે *** ૧૨ જુલાઈએ અમિતભાઈ અમદાવાદમાં મંગળા આરતીનો લાભ લેશે *** ચારધામ યાત્રા ઉપર પ્રતિબંધ

(1:02 pm IST)