Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

વિશ્વમાં વધારે ને વધારે લોકો બીજો ડોઝ અન્ય રસીનો લઈ રહ્યા છે

આવુ કરનારમાં જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કલ પણ સામેલ

સૌથી વધારે ઉપયોગમાં લેવાઈ રહેલ કોરોના વાયરસ રસી બે ડોઝ માટે ડીઝાઈન કરાયેલી છે અને દુનિયાભરમાં બધાએ એક જ રસીના બન્ને ડોઝ લીધા છે, પણ હવે એ માન્યતા બદલાઈ રહી છે કેમ કે વધુને વધુ દેશો આની પરવાનગી આપી રહ્યા છે. મંગળવારે જર્મનીની સરકારે ખુલાસો કર્યો કે ચાન્સેલર એન્જેલા મર્કલને બન્ને ડોઝ અલગ અલગ રસીના અપાયા હતા.

જ્યારે કોઈ ખાસ રસીનો સપ્લાય ઘટી જાય તો તેના નિરાકરણ માટે કેટલાક દેશોએ આવો પ્રયાસ કર્યો હતો. જો કે અમેરિકન નિયામકો આવુ કરવા માટે અનિચ્છુક જોવા મળ્યા છે, પણ વૈજ્ઞાનિકો અને હેલ્થ પોલીસી બનાવનારાઓને એવી શકયતા દેખાય છે કે એક જ વ્યકિતને બે અલગ અલગ રસીના ડોઝ આપવાનું ફાયદાકારક બની શકે છે.

અલગ અલગ રસીને એક જ વ્યકિતને આપવાની પ્રક્રિયાને વૈજ્ઞાનિકો હેટરલોગસ પ્રાઈમ બૂસ્ટ તરીકે ઓળખે છે અને તે કોઈ નવો વિચાર નથી અને રિસર્ચરો ઈબોલા જેવા અન્ય કેટલાક રોગો સામે લડવા માટે આવા પ્રયોગો કર્યા પણ છે. વૈજ્ઞાનિકોએ ઘણા સમય પહેલાથી એ થિયરી પ્રસ્થાપિત કરી છે કે લોકોને થોડા એવા ફેરફારવાળી બે અલગ અલગ રસી આપવાથી વધુ મજબૂત ઈમ્યુન રીસ્પોન્સ ઉત્પન્ન થાય છે.

(12:57 pm IST)