Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

યુપીમાં ગેરકાયદે ધર્માન્તરણ માટે કોડવર્ડનો ઉપયોગ !

મુકબધીર બાળકોને ધર્માન્તરણ માટે ઉશ્કેરવામાં આવતા હતાઃ મુતક્કી, રહેમત, અલ્લાહ કે બંદે, રીવર્ટ બેંક ટુ ઇસ્લામ પ્રોગ્રામ, સલાત, મોબાઇલ નંબર ઔર જન્મતીથી, કોમ કા કલંક જેવા કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો

લખનૌ, તા., ૩૦: ગેરકાયદે ધર્માન્તરણ   કરાવતી મોટી ટોળકીના આરોપીઓ ઉપર એન્ટી ટેરીરીસ્ટ સ્કવોડની ચાંપતી નજર રહેલી છે. શનીવારે સાંજે રાજધાની લખનૌમાં પકડવામાં આવેલા આરોપીઓએ એટીએસની ઉંડી પુછપરછમાં જણાવ્યું કે તેઓ સાઇન લેંગવેજ કોડવર્ડ મારફત વાતચીત કરે છે. એટીએસે કોડવર્ડને ડીકોડ કર્યા છે. ૭ પૈકી ૬ ડીકોડ થઇ ગયા છે એક હજુ બાકી છે.  બહાર આવ્યું છે કે આ ગેંગમાં મુકબધીર બાળકો વાતચીત કરતા હતા. જેમાંથી ૬ નો પત્તો લાગી ગયો છે. મુકબધીર બાળકોને ધર્માન્તરણ માટે ઉશ્કેરવામાં આવતા હતા. તેમનો અને તેમના શિક્ષકોનો પણ ઉપયોગ થતો હતો.

એટીએસના આઇજી જી.કે.ગોસ્વામીએ કહયું કે જેવી રીતે સાઇન લેંગવેજ મામલામાં મુકબધીર બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહયો હતો આ માટે કેટલાક કોડ તૈયાર કરવામાં આવ્યા હતા. આ બધાને અલગ-અલગ રહેવાથી માંડી વિદેશી ફંડીંગ માટે કોડવર્ડનો ઉપયોગ થતો હતો.

ધર્માન્તરણના આરોપી મહમદ ઉંમર ગૌતમની સંપતીની તપાસ ચાલી રહી છે. ફતેપુર જીલ્લામાં રહેવાવાળા મહમદ ઉંમર પકડાયા પછી એટીએસની એક ટુકડી છેલ્લા ૪ દિવસથી ફતેપુરમાં ડેરા તંબુ તાણી બેઠી છે. ઉંમર બાબતે તેના ગામ પંથુવા અને સસરાના ગામ ખેસહંમ સહીત ઠેક-ઠેકાણે છાનબીન ચાલી રહી છે. ફતેપુર પછી બે દિવસ પહેલા એટીએસની ટુકડી પ્રયાગરાજ પાછી આવી ગઇ છે. આ વચ્ચે ઉંમર સામે મની લોન્ડરીંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મુતક્કી, રહેમત, અલ્લાહ કે બંદે, રીવર્ટ બેંક ટુ ઇસ્લામ પ્રોગ્રામ, સલાત, મોબાઇલ નંબર ઔર જન્મતીથી, કોમ કા કલંક જેવા કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો.

મુતક્કી શબ્દનો ઉપયોગ વારંવાર બોલી બાળકો અને અન્ય સભ્યો સાથે વાતચીતમાં પ્રયોગ કરાતો હતો. રહેમત શબ્દનો ઉપયોગ વિદેશના ફન્ડીંગ માટે કરવામાં આવતો હતો. અલ્લાહ કે બંદે શબ્દનો ઉપયોગ યુ-ટયુબ, ફેસબુક જેવા સોશ્યલ મીડીયા ઉપર મુકબધીરો માટે મોકલવામાં આવેલ વિડીયો માટે કરાતો હતો. રીવર્ટ બેંક ટુ ઇસ્લામ પ્રોગ્રામ આ કોડવર્ડનો ધર્મપરીવર્તન માટે ઉપયોગ કરવામાં આવતો હતો. મુકબધીર સોસાયટીના ટીચર્સ ઉપયોગ કરતા હતા. બાળકોને આ કોડવર્ડથી ધર્માન્તરણ માટે પ્રેરીત કરાતા હતા. સલાત શબ્દનો ઉપયોગ નમાજ માટે કરવામાં આવતો હતો. ઇસ્લામમાં જે ધર્માન્તરણ કરે છે તેને જવાબદારી આપવામાં આવે છે અને આ શબ્દ બોલી નમાઝ સંબંધીત વાતો કહેવામાં આવે છે. મોબાઇલ નંબર ઔર જન્મતીથી કોડવર્ડનો ઉપયોગ ધર્મ પરીવર્તન કરવાવાળાના નામ અને આઇડીના રૂપમાં બનાવવામાં આવ્યો હતો. કોમ કા કલંક કોડવર્ડ ડીકોટ થઇ શકયો નથી.

(12:53 pm IST)