Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

અમેરિકાએ સ્વીકાર્યું : કોવેકિસનને ગણાવી અસરકારક

કોરોનાના આલ્ફા - ડેલ્ટા વેરિએન્ટ્સનેખત્મકરે છે કોવેકિસન

વોશિંગટન તા. ૩૦ : ભારત બાયોટેકે નિર્માણ કરેલીસ્વદેશી કોરોના અવરોધી રસી કોવેકિસનની અસરને હવે અમેરિકાએ પણ માની લીધી છે. અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થને જાણવા મળ્યું છે કે કોવેકિસનમાંશરીરમાં બનેલી એન્ટિબોડીઝ કોરોના આલ્ફા ડેલ્ટા વેરિએન્ટ્સથી લડવા માટે કારગર છે. ઉલ્લખેનીય છે કે કોવેકિસનનેઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની સાથેમળીને ભારત બાયોટેકે નિર્માણ કરી છે.

કોવેકિસન લેતા લોકોના બ્લડ સિરમનાઅધ્યયનથી માલુમ પડે છે કે રસીથી જે એન્ટિબોડીઝ બને છે, તે રીતઙ્ખ અને ભારતમાં સૌથી પહેલા મળેલા કોરોનાના B.1.1.7(અલ્ફા) અને B.1.617(ડેલ્ટા) વેરિએન્ટ્સપર અસરદાર છે. અગાઉ પણ અમેરિકાના ઇન્ફેકશન ડિસીઝ એકસપર્ટ ડોકટર એન્થની ફાઉચી પણ અનેક વાર કોવેકિસનનીપ્રશંસા કરી ચુકયા છે. આ વર્ષે ફાઉચીએકહ્યું હતું કે ભારતમાં બનેલી કોવેકિસન કોરોના ૬૧૭ વેરિએન્ટ્સનેખતમ કરવામાં સક્ષમ છે.

કોવેકિસનને ડેડ કોરોના વાયરસમાંથીનિર્માણ કરવામાં આવ્યો છે. જો શરીરમાં આ વાયરસથી લડવા માટે પર્યાપ્ત એન્ટિબોડીનુંનિર્માણ કરે છે.કોવેકિસનનાબીજા ચરણનાટ્રાયલના ડેટા મુજબ, આ ટીકા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

કોવેકિસનનાત્રીજા ચરણનાટ્રાયલના પરિણામો હાલમાં પ્રકાશિત થયા નથી. જોકે અંતરિમ પરિણામોના જણાવ્યા મુજબ, આ વેકસીન સિમ્પટોમેટિકકેસમાં ૭૮ ટકા સુધી અસર કરે છે. આ ઉપરાંત કોરોનના ગંભીર કેસમાં પણ વેકસીન ખુબજ કારગર છે.

(12:52 pm IST)