Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

હોંગકોંગના ' એપ્પલ ડેઈલી ' વર્તમાનપત્રના રિપોર્ટરની ધરપકડ : વિદેશી સાંઠગાંઠથી રાષ્ટ્રની સુરક્ષા ઉપર જોખમ ઉભું કરવાનો આરોપ : ઉપરા ઉપરી સાતમા રિપોર્ટરની ધરપકડ થવાથી અખબાર બંધ થયું

હોંગકોંગ : હોંગકોંગમાં ' એપ્પલ ડેઈલી ' વર્તમાનપત્રના રિપોર્ટરની ધરપકડ કરવામાં આવી રહી છે. તેઓ શહેરની બહાર જવા માટે પ્લેનમાં રવાના થવાની તૈયારીમાં હતા ત્યારે  તેમની ધરપકડ કરવામાં આવી છે.  વિદેશી સાંઠગાંઠથી રાષ્ટ્રની સુરક્ષા ઉપર જોખમ ઉભું કરવાના આરોપસર આ વર્તમાન પત્રના ઉપરા ઉપરી સાતમા રિપોર્ટરની ધરપકડ કરવામાં આવતા વર્તમાન પત્ર બંધ થઇ ગયું છે.

સ્થાનિક સમાચાર પત્ર ' સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ ' તથા ઓનલાઇન ન્યુઝપેપર સીટીઝન ન્યૂઝના અહેવાલ મુજબ રવિવારે રાત્રે એરપોર્ટ ઉપરથી 57 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જેઓ ' એપ્પલ ડેઈલી ' વર્તમાનપત્રના સંપાદકીય લેખક હતા.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(12:49 pm IST)